દિવ્યાંગ દીકરીએ દિવસ રાત એક કરી UGC નેટની પરીક્ષામાં ૯૯.૩૧ % મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

દિવ્યાંગ દીકરીએ દિવસ રાત એક કરી UGC નેટની પરીક્ષામાં ૯૯.૩૧ % મેળવીને માતા-પિતાનું નામ દેશભરમાં રોશન કર્યું.

બધા જ લોકો આખો દિવસ મહેનત કરીને તેમના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરતા હોય છે એવામાં ઘણા એવા લોકો છે જેમને અભ્યાસ કરવા માટે ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આજે એક એવી જ યુવતી વિષે જાણીએ જે માત્ર ત્રણ જ ફૂટની ઊંચાઈ છે અને તે નાનપણથી દિવ્યાંગ પણ છે.

આ દીકરી પશ્ચિમ બંગાળના નાદિયાના શાંતિપુરમાં રહે છે અને તેનું નામ પિયાશા મહલદાર છે. તેને UGC-NET પરીક્ષા ૨૦૨૨ માં ૯૯.૩૧ % મેળવીને મોટી સિદ્ધિ મેળવી છે. આ દીકરીએ તેના જીવનમાં ઘણા એવા સંઘર્ષો પણ વેઠ્યા છે,

શાંતિપુરની પિયાશા નાનપણથી જ દિવ્યાંગ છે અને તેથી જાતે પણ તે ચાલી શકતી નથી.તેમ છતાં દીકરીએ જાતે મહેનત ચાલુ રાખી અને પોતાની મહેનતથી આ પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું હતું.

પિયાશાને બાળપણથી જ અભ્યાસનો ખુબ જ શોખ હતો અને તે માધ્યમિક શાળામાં પણ સારા માર્ક્સથી પાસ થઇ હતી અને આ વર્ષે યોજાયેલી UGC-NET ની પરીક્ષામાં પણ ૯૯.૩૧ ટકા માર્ક્સ સાથે પાસ થઈને બધા જ લોકોને ખુશ કરી દીધા હતા.

આ દીકરીને આગળ પીએચડીનો અભ્યાસ કરવો છે અને કલ્યાણી યુનિવર્સિટીમાંથી પીએચડી કરવું છે. આમ આ દીકરીને શારીરિક દિવ્યાંગતા હોવા છતાં તેને અભ્યાસની વચ્ચે આવવા ના દીધી અને દીકરી આગળ વધતી જ રહી આમ મોટી સફળતા મેળવીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *