આખરે કોરોના લાવ્યો ત્રીજી લહેર! ગુજરાતમાં આજના કેસ જાણીને ડરી જશો
ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા, કોરોનાથી રાજ્યમાં એકનું મોત થયુ છે.
ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જેમાં ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. તેમાં આજે ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે. તથા કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત થયુ છે.
કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું થયુ મોત. ઉલ્લેખનિય છે કે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ નોંધાયા છે. તથા સુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159 કેસ, આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 85 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત થયુ છે.
રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 97.49%એ પહોંચ્યો. તેમજ રાજકોટમાં 141, ગાંધીનગર 26 કેસ છે. ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથુ ઉંચક્યુ છે. આજે રાજ્યમાં 3350 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1660 કોરોના કેસ નોંધાયા છે. જોકે આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજ્યુ છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 97.49 ટકાએ પહોંચ્યો છે.
24 કલાકમાં સારવાર દરમિયાન 236 દર્દી સાજા થયાં. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 50 કેસ નોંધાયા છે. તથા ભાવનગરમાં 40, વલસાડમાં 34, પંચમહાલમાં 26 કેસ, મોરબીમાં 25, જામનગરમાં 20, દ્વારકામાં 17 કેસ મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10 કેસ છે. દૈનિક કેસમાં થયેલા વધારાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 10994 પર પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં સારવાર દરમિયાન 236 દર્દી સાજા થયાં છે. રાજ્યનાં કેસમાં નિરંતર વધારો થવા લાગ્યો છે, જેમાં છેલ્લા 10 દિવસમાં મોટા પ્રમાણમાં દૈનિક કેસમાં ઉછાળો આવ્યો છે.
વેન્ટીલેટર પર 32 તેમજ સ્ટેબલ 10962 દર્દી, વિતેલા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસમાં કોર્પોરેશન વિસ્તારના અમદાવાદમાં સૌથી વધુ કેસ છે. તથા જૂનાગઢમાં 8, અમરેલી અને મહિસાગરમાં 7 – 7 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 6-6 કેસ નોંધાયા, ગીરસોમનાથમાં 5, બનાસકાંઠામાં 4 કેસ, ભાવનગર અને તાપીમાં 2 – 2, બોટાદમાં 1 કેસ નોંધાયો છે.