ગુજરાતમાં કોરોનાના કેસ આજે 6 હજાર પાર, કુલ એક્ટિવ કેસ ચોંકાવનારા, અમદાવાદ-સુરતમાં ચિંતાજનક
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં આજે 6275 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1263 દર્દી સાજા થયા છે. 27913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટીલેટર પર છે અને 27913 દર્દી સ્ટેબલ છે. આજે એકપણ દર્દીનું મોત નથી થયું. અત્યાર સુધીમાં 824153 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10128 દર્દીના મોત થઇ ચૂક્યા છે. રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 95.59 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં 2487 અને સુરત શહેરમાં 1696 નવા કેસ નોંધાયા છે. તો અન્ય મહાનગરોમાં 500થી પણ ઓછા દરરોજના કેસ નોંધાઇ રહ્યા છે. હાલ ગુજરાતમાં અમદાવાદ અને સુરત શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દરરોજ 200થી 500 દર્દી રિકવર થઇ રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં 396 અને સુરત શહેરમાં 263 દર્દી સાજા થયા છે. તો શહેર અને જિલ્લા મુજબના આજના કોરોનાના આંકડા નીચે મુજબ છે.
કયા જિલ્લામાં કેટલા કેસ? અમદાવાદ અને સુરત બાદ રાજકોટમાં 254, ગાંધીનગરમાં 206, વડોદરામાં 398, ભાવનગરમાં 109, જામનગરમાં 57, જૂનાગઢમાં 47, નવસારી 118, વસાડમાં 107, કચ્છમાં 70, ભરૂચમાં 68, ખેડામાં 67, આણંદમાં 64, પંચમહાલમાં 57, સાબરકાંઠામાં 35, મોરબીમાં 29, નર્મદામાં 25, અમરેલીમાં 24, અરવલ્લીમાં 24, મહેસાણામાં 19, પાટણમાં 17, બનાસકાંઠામાં 13, દ્વારકામાં 12, સુરેન્દ્રનગરમાં 12, મહીસાગરમાં 9, દાહોદમાં 8, તાપીમાં 7, પોરબંદરમાં 6, છોટાઉદેપુરમાં 6, બોટાદરમાં 2, ડાંગમાં 1 અને ગીર સોમનાથમાં 9 કેસ નોંધાયા છે.
શભરના રાજ્યોના મુખ્યમંત્રીઓની કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આવતીકાલે બોલાવી બેઠક, ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના આંકડા વચ્ચે મોદી સરકાર કડક એક્શન લેવાની તૈયારીઓમાં છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશભરના રાજ્યોના આરોગ્યમંત્રીઓની તાબડતોબ એક બેઠક બોલાવી છે.
Union Health Minister Mansukh Mandaviya to interact with state health ministers tomorrow over the COVID-19 situation: Govt Sources
(File photo) pic.twitter.com/ICRoctuz4s
— ANI (@ANI) January 9, 2022
પ્રધાનમંત્રી મોદી પણ આવ્યા એક્શન, દેશમાં કોરોનાની સ્થિતિ અને સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈલેવલ બેઠક બોલાવી હતી. જેમાં પ્રધાનમંત્રી કાર્યાલયના ઉચ્ચાધિકારીઓ, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સહિતના પદાધિકારીઓ સાથે મંથન કર્યું હતું.
PM મોદીએ બોલાવી હાઈલેવલ મીટિંગ, કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને દેશમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the COVID-19 situation in the country, through video conference pic.twitter.com/EY5u7LAaC3
— ANI (@ANI) January 9, 2022
પ્રધાનમંત્રીએ કરી ત્રીજી સમીક્ષા બેઠક, આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
ગઇકાલે ગુજરાતમાં નોંધાયેલા કેસની વિગત, રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં નવા 5677 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 1359 દર્દી સાજા થયા હતા, તો કાલે રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું ન હતું. રાજ્યમાં 22901 એક્ટિવ કેસ થયા હતા. 96.14 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો ન હતો. જ્યારે 7 ઓમિક્રોનના દર્દી સાજા થયા હતા.