WhatsApp પર ફ્રીમાં ચેક કરો Credit Score, જાણી લો સ્ટેપ્સ

WhatsApp પર ફ્રીમાં ચેક કરો Credit Score, જાણી લો સ્ટેપ્સ

Credit Score ની જરૂરિયાત ઘણી જગ્યાએ પડે છે. આવા સમયે તમને તમારો ક્રેડિટ સ્કોર ખબર હોવી જરૂરી છે. જો તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે, તો તમારો Credit Score સારો હોવો જોઇએ. બેંક લોન આપતા પહેલા તમારો ક્રેડિટ સ્કોર જાણે છે. જો તમારો Credit Score સારો છે, તો કોઇપણ બેંક તમને આસાનીથી લોન આપી દેશે.

હવે Credit Score ચેક કરવો ખુબ જ સરળ છે. WhatsApp દ્વારા પણ તમે પોતાનો ક્રેડિટ સ્કોર જાણી શકો છો. આજે અમે તમને સરળ સ્ટેપ દ્વારા જણાવીશું કે, WhatsApp પર તમે તમારો Credit Score કેવી રીતે જાણી શકો છો.

એક્સપિરિયન ઇન્ડિયાએ એક નવી સેવા શરૂ કરી
જો તમારે બેંકમાંથી લોનની જરૂર હોય અથવા ક્રેડિટ કાર્ડ લેવું હોય તે માટે બેંક પહેલા તમારો ક્રેડિટ સ્કોર અથવા CIBIL સ્કોર માટે પૂછે છે. જો સ્કોર સારો હોય તો બેંકમાં તમને સરળતાથી લોન અથવા ક્રેડિટ કાર્ડ આપે છે.

આવી સ્થિતિમાં ઘણા લોકો ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો તે જાણતા નથી. આ માટે તમે હવે WhatsApp દ્વારા ફ્રીમાં ચેક કરી શકો છો.

ડેટા એનાલિટિક્સ અને ક્રેડિટ સ્કોર પ્રદાન કરતીકંપની એક્સપિરિયન ઇન્ડિયાએ એક નવી સેવા શરૂ કરી છે. જે અંતર્ગત તમે WhatsApp પર ફ્રીમાં ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો.

ક્રેડિટ પોર્ટફોલિયોને સરળતાથી મોનિટર પણ કરી શકાય છે
એક્સપિરિયન ઈન્ડિયાને ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઝ (રેગ્યુલેશન) એક્ટ 2005 હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું છે. આ પ્રકારનું લાઇસન્સ

મેળવનારી તે ભારતમાં પ્રથમ ક્રેડિટ બ્યુરો છે. કંપનીએ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, ઉપભોક્તા તેમના એક્સપિરિયન ક્રેડિટ

રિપોર્ટની નિયમિત તપાસ કરી શકે છે અને તેમના ક્રેડિટ પોર્ટફોલિયોને સરળતાથી મોનિટર પણ કરી શકે છે.

દેશના કોઈપણ ખૂણેથી જાણી શકો છો તમારો ક્રેડિટ સ્કોર
ક્રેડિટ બ્યુરોએ જણાવ્યું હતું કે, આ નવી સેવા હેઠળ, ગ્રાહકો ગમે ત્યાં, ગમે ત્યારે તેમના ક્રેડિટ રિપોર્ટ્સ ઍક્સેસ કરી શકે છે. તમારો ક્રેડિટ સ્કોર તપાસવાની આ એક ત્વરિત, સુરક્ષિત અને ખૂબ જ સરળ રીત છે.

કંપનીએ જણાવ્યું છે કે, ગ્રાહકો તેમના એક્સપિરિયન ક્રેડિટ રિપોર્ટ્સ ચકાસી શકે છે. કોઈપણ પ્રકારની ગેરરીતિઓને ટ્રેક કરી શકે છે. તમે તરત જ છેતરપિંડી શોધી શકો છો. એટલું જ નહીં, તમે તમારા ક્રેડિટ સ્કોરને સુધારવા માટેના પગલાં પણ લઈ શકો છો.

વિશ્વમાં સૌથી વધુ વોટ્સએપ યુઝર ભારતમાં છે. ભારતમાં WhatsApp ના 48.75 મિલિયન યુઝર્સ છે. WhatsApp મેસેજિંગ એ ભારતીય ગ્રાહકો માટે રોજિંદા જીવનનો એક ભાગ છે.

WhatsApp પર ક્રેડિટ સ્કોર કેવી રીતે ચેક કરશો?

  • સૌ પ્રથમ, Experian India ના WhatsApp નંબર +91-9920035444 પર ‘hi’ મોકલો.
  • આ ઉપરાંત તમે બારકોડ પણ સ્કેન કરી શકો છો.
  • જે બાદ તમારે તમારી બેઇઝિક વિગતો જેમ કે, તમારું નામ, ઈ-મેલ આઈડી અને ફોન નંબર શેર કરવાનો રહેશે.
  • તમે તમારા એક્સપિરિયન ક્રેડિટ સ્કોર WhatsApp દ્વારા તરત જ મેળવી શકશો.
  • તમે એક્સપિરિયન ક્રેડિટ રિપોર્ટની પાસવર્ડ પ્રોટેક્ટેડ કોપી માટે વિનંતી કરી શકો છો, જે તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *