સાવધાન! 2023માં ભારત પર હુમલો કરી શકે છે આ દેશ, જાણો શું છે કારણ
કોરોના કાળ બાદ આવેલું 2022નું વર્ષ અત્યાર સુધી યુદ્ધ અને તણાવવાળું વર્ષ રહ્યું છે. વર્ષના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરીમાં જ્યાં રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી ત્યારબાદ અલગ અલગ દેશો વચ્ચે પણ યુદ્ધની સ્થિતિ બનતી નજરે ચડી છે.
ક્યારેક ચીન અને અમેરિકા, તો ક્યારેક ચીન તાઈવાન તો ક્યારેક ઉત્તર કોરિયાનો દક્ષિણ કોરિયા અને જાપાન સાથેનો તણાવ દુનિયા સામે આવ્યો. સ્થિતિ એવી બનતી હતી કે જાણે એવું લાગે કે યુદ્ધ ગમે તે પળે શરૂ થઈ જશે. એક મહિના બાદ જ્યારે દુનિયા નવા વર્ષમાં પ્રવેશ કરશે, આમ છતાં આ જોખમ ઓછું થતું લાગતું નથી.
જો કે એક્સપર્ટનું માનવું છે કે 2023નું વર્ષ ભારત માટે પડકારભર્યું બની શકે છે. એવું કહેવાય છે કે અમેરિકા પર ચીડાયેલું ચીન પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે ભારત સાથે યુદ્ધ છેડી શકે છે. 2023માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધની આશંકા કેમ સૌથી વધુ છે તે સમજીએ…
આ કારણે ભારત છે નિશાના પર
ચીન આ વર્ષે અલગ અલગ કારણસર અમેરિકા સાથે ભીડતું જોવા મળ્યું છે. ચીન અને ભારત વચ્ચે યુદ્ધના અનેક કારણો છે અને એક્સપર્ટ તેને આધાર માનીને એવું કહી રહ્યા છે કે 2023માં બંને વચ્ચે યુદ્ધ છેડાઈ શકે છે. આવો એક એક કરીને આ કારણ સમજીએ.
બંને દેશો વચ્ચે સતત તણાવ
ભારત 1962માં ચીન સાથે એક યુદ્ધ લડી ચૂક્યું છે. ત્યારબાદથી જ સિયાચિન અને તે સંલગ્ન સરહદ પર બંને દેશો વચ્ચે અઘોષિત યુદ્ધની સ્થિતિ વર્ષોથી છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે સમયાંતરે સરહદ વિવાદ અને ઘૂસણખોરીના કારણે તણાવની સ્થિતિ બની રહે છે.
ભારત ચીન માટે સૌથી મોટો પડકાર
એશિયામાં હાલ ભારત ચીન માટે સૌથી મોટો પડકાર છે. અર્થવ્યવસ્થાના આકાર મામલે જાપાન ભલે આગળ હોય પરંતુ ભારત જે ઝડપથી આગળ વધી રહ્યું છે તેનાથી તેના ઘણા આગળ જવાની સંભાવના દુનિયા જતાવે છે. આવામાં ચીનની પ્રાથમિકતા દરેક મોરચે ભારતને રોકવાની રહેશે.