આ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો શેર માત્ર 25 રૂપિયામાં ખરીદો, એક વર્ષમાં જબરો ઉછળી શકે
શેરબજારના એક્સપર્ટ્સ અત્યારે મોટી બેન્કોના શેરની સાથે સાથે સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેરોની પણ ભલામણ કરે છે. કોવિડ પછી અર્થતંત્ર એકદમ ઉઘડી ગયું છે અને નાની રકમના ફાઈનાન્સનો ધંધો જામી રહ્યો છે.
એક્સિસ સિક્યોરિટીઝે ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Ujjivan Small Finance Bank)ના શેર માટે બાય રેટિંગ આપ્યું છે અને એક વર્ષ માટે રોકાણ કરવાની સલાહ આપી છે. આ શેર હાલમાં 25 રૂપિયાના ભાવે મળે છે. આગામી એક વર્ષમાં તે વધીને 31 રૂપિયાને પાર કરી જશે તેવી આગાહી છે.
ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્કનો શેર છેલ્લા એક મહિનામાં 26 ટકા જેટલો વધ્યો છે. 22 ઓગસ્ટે આ શેરનો ભાવ માત્ર 20 રૂપિયા ચાલતો હતો. છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો સ્ટોકમાં 52 ટકા જેટલો
21 માર્ચ 2022ના રોજ ઉજ્જિવનનો શેર 16.70 રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો. આ શેરમાં યર ટુ ડેટ (2022)માં વળતર 33 ટકા છે જ્યારે એક વર્ષમાં આ શેર 26 ટકા જેટલો વધ્યો છે. ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્કની સ્થાપના 2016માં કરવામાં આવી હતી અને તે રૂ. 4876 કરોડની માર્કેટ કેપિટલ ધરાવતી બેન્ક કંપની છે. તેની મુખ્ય પ્રોડક્ટ અને રેવન્યુ સેગમેન્ટમાં વ્યાજ અને એડવાન્સ પરના ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેને આરબીઆઈ પાસે રહેલી બેલેન્સ પર વ્યાજ મળે છે. 30 જૂન, 2022ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્કે 1000.42 કરોડની કુલ આવક નોંધાવી હતી. જે અગાઉના ક્વાર્ટરની આવક રૂ. 920 કરોડની તુલનામાં 8.65 ટકા વધારે હતી. લેટેસ્ટ ક્વાર્ટરમાં કંપનીએ 202.94 કરોડનો ટેક્સ બાદ નફો નોંધાવ્યો હતો.
આ શેર હાલમાં બજારમાં આકર્ષક ભાવે ટ્રેડ થાય છે અને ઉજ્જિવનના બિઝનેસના ગ્રોથની શક્યતાને જોતા આ શેરમાં રોકાણ કરવું જોઈએ તેમ એક્સિસ બેન્ક જણાવે છે. બ્રોકરેજે આ શેર માટે બાય રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ ભાવ (Ujjivan Small Finance Bank Target) વધારીને 31 રૂપિયા પ્રતિ શેર કર્યો છે.
એટલે કે હાલના સ્તરેથી આ શેર એક વર્ષમાં 29 ટકા જેટલું વળતર આપી શકે છે. ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેન્કમાં પ્રમોટર્સ 83.32 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે FII પાસે 0.3 ટકા અને DII પાસે આ બેન્કમાં 0.54 ટકા હિસ્સો છે.