લોકો માટે મોટી ખુશખબરી: સરકારે ઘટાડ્યો પેટ્રોલ ડીઝલ પર ટેક્સ; ભાવમાં ઘટાડો
દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘણા સમયથી સ્થિર છે. તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા નથી. છેલ્લા કેલાક મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ના વધ્યા છે અને ના ઘટ્યા છે.
જોકે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચ્ચા તેલના ભાવમાં ઘટાડો જોવા મલી રહ્યો છે. આ વચ્ચે સરકારે ઇન્ટરનેશનલ ભાવમાં ઘટાડા સાથે દેશમાં ઉત્પાદિત કાચ્ચા તેલ પર અનપેક્ષિત લાભમાં ઘટાડો કર્યો છે. સાથે જ ડીઝલ અને વિમાન ઇંધણના નિકાસ પર લગતા ચાર્જ પણ ઘટાડ્યા છે.
આટલા થયા ભાવ
સરકારે પાંચમા પખવાડિયાની સમીક્ષામાં ઘરેલું સ્તર પર ઉત્પાદિત કાચ્ચા તેલ પર 13,3000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડી 10,500 રૂપિયા પ્રતિ ટન કર્યા છે. નાણા મંત્રાલયની અધિસૂચના અનુસાર ડીઝલના નિકાસ પર ચાર્જ 13.5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડી 10 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે.
6 મહિનાથી નિચલા સ્તર પર કિંમતો
સાથે જ વિમાન ઇંધણ નિકાસ પર ચાર્જ 9 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 5 રૂપિયા લીટર કરવામાં આવ્યા છે. નવા ભાવ 17 સપ્ટેમ્બરથી પ્રભાવમાં આવશે. ઇન્ટરનેશનલ બજારમાં કાચ્ચા તેલના ભાવ ઘટી 6 મહિનાના નિચાલ સ્તર પર આવી ગયા છે. તેનું કારણ અનપેક્ષિત લાભ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.