ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પહેલા જાણી લેજો આ નિયમો નકર થશો જેલ ભેગા

ઉત્તરાયણમાં પતંગ ચગાવતા પહેલા જાણી લેજો આ નિયમો નકર થશો જેલ ભેગા

ઉત્તરાયણનૈ લઈ સરકારે ગાઈડલાઈન જાહેર કરી, ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય, બહારના લોકોને બોલાવી શકાશે નહી.

રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને પતંગ રસિયાઓ થનગની રહ્યા છે. પરંતુ ઉત્તરાયણના પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.જો કે, કોરોનાનુ સંક્રમણ ન વધે તેની તકેદારીના ભાગરૂપે રાજય સરકારે આ વર્ષે ગાઇડલાઇન જાહેર કરી લોકોને પતંગ ઉડાવવાની છુટ આપી છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.

બહારના લોકોને બોલાવી શકાશે નહી એટલે કે મિત્ર-સબંધીઓ સાથે નહી પરંતુ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મંજુરી આપવામાં આવી છે અને જો આ નિયમ ભંગ થશે તો જવાબદારી સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની રહેશે.સાથે જ મકાન કે ધાબા પર લાઉડ સ્પીકર અને ડીજે પર પ્રતિબંધ રહેશે. તેમજ જાહેર સ્થળો અને રસ્તાઓ પર એકત્રિત થઈ પતંગ નહી ઉડાડી શકાય.

ઉત્તરાયણને લઇને સરકારે ગાઇડલાઇન કરી જાહેર

  • કોઇપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.
  • માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન, ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
  • મકાન,ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી . ફ્લેટ, રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી, ફ્લેટના સેક્રેટરી, અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  • મકાન, ફ્લેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન,ફલેટના ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિન્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
  • 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ, અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો,સ્લોગન, ચિત્રો પતંગ પર લખી શકાશે નહી.
  • સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન , ચાઇનીઝ તુક્કલ , સ્કાય લેન્ટર્ન , સિન્થેટીક, કાંચ પાયેલા માંઝા , પ્લાસ્ટીક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે. ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

પતંગ અને દોરીમા 15થી 20 ટકા જેટલો ભાવ વધારો. ઉતરાયણના પર્વ ને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે પતંગ અને દોરીની ખરીદી ચાલુ છે શહેરોમાં પતંગ બજારમાં બે ઈચ થી માંડી 5ઈચ થી પાચ ફુટની પતંગો જોવા મળી રહી છે. હવે તો 15 હજાર વાર દોરીની ફિરકીઓ ઉપલબ્ધ છે તેની સાથે પતંગો પણ અનેક પ્રકારની વેરાઇટીમા જોવા મળી રહી છે.

વિવિધ પ્રકાર ની ડિઝાઇન, નેતા અને સેલિબ્રિટીના ફોટા વાળી પતંગો, માત્ર ત્રણ દિવસ બાકી હોવા થી પતંગ રસીયાઓ પતંગો ખરીદવા આવી રહ્યા છે. જોકે આ વર્ષે પતંગ અને દોરીમા 15થી 20 ટકા જેટલો ભાવ વધારો લોકોને લાગી રહ્યો છે જ્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે પતંગ દોરાનો પુરવઠો ઓછો છે અને ડીમાન્ડ વધારવા છે જો ના કારણે ભાવમા વધારો થયો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *