બાબા રામદેવે ઉઠાવ્યા સવાલ કે પતંજલિનું ઘી ભારતમાં ફેલ અને વિદેશમાં કંઈ રીતે પાસ?
યોગ ગુરુ બાબા રામદેવે શુક્રવારે પતંજલિ ગ્રુપની કંપનીઓના વિસ્તારને લઈને મોટી જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં સ્વામી રામદેવે પતંજલિ ગ્રુપની 4 કંપનીઓ માટે આગામી 5 વર્ષમાં IPO લાવવાના પ્લાનની જાહેરાત કરી.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે આગામી 5 વર્ષોમાં 4 IPO લાવીને પતંજલિ ગ્રુપની 5 કંપનીઓને લિસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. કંપનીએ કહ્યું કે, પતંજલિ ફૂડ્સ બાદ અમારું લક્ષ્ય પોતાની 4 અન્ય કંપનીઓ પતંજલિ આયુર્વેદ, પતંજલિ વેલનેસ, પતંજલિ મેડિસિન અને પતંજલિ લાઇફસ્ટાઈલનો IPO લાવવાનો છે.
હાલમાં પતંજલિ ફૂડ્સ ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. સાથે જ કંપનીએ 5 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂના લક્ષ્યને હાંસલ કરવામાં માટે એક્શન પ્લાન બનાવ્યો છે. બાબા રામદેવે FSSAI પર મોટો આરોપ લગાવતા કહ્યું કે,
આખી દુનિયામાં પતંજલિના ઘીનું વેચાણ થઈ રહ્યું છે અને તેની ક્વાલિટી પર કોઈ સવાલ ઊઠતો નથી, પરંતુ ભારતમાં એ ટેસ્ટ ફેલ થઈ જાય છે. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પતંજલિ વિરુદ્ધ ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.
કંપની કહ્યું કે પ્રેસ કોન્ફરન્સનું ઉદ્દેશ્ય અફવા ફેલાવનારાઓનું ષડયંત્ર અને પ્રયાસોનું ઉજાગર કરવાનું છે, જે પતંજલિ અને તેમના સ્વદેશી આંદોલનને મજબૂત અને સ્વાસ્થ્ય ભારતની દિશામાં બદનામ કરવાના નિહિત ઉદ્દેશ્યથી ખોટા તથ્ય અને આંકડા ફેલાવે છે.
યોગ ગુરુ પતંજલિ ગ્રુપના વિઝન અને મિશન 2027ની રૂપરેખા તૈયાર કરશે. સાથે જ આત્મનિર્ભર ભારતને એક વાસ્તવિકતા બનાવવાના મિશનની દિશામાં આગામી 5 વર્ષ માટે 5 મુખ્ય પ્રાથમિકતાઓ અને લક્ષ્યો બતાવશે.
બાબા રામદેવના નેતૃત્વવાળી પતંજલિ ફૂડ્સ અત્યારે એકમાત્ર શેર બજારમાં લિસ્ટેડ કંપની છે અને એ પોતાના રોકાણકારોને જોરદાર કમાણી કરાવી રહી છે. બાબા રામદેવના નેતૃત્વવાળી પતંજલિ આયુર્વેદે વર્ષ 2019માં રુચિ સોયાને રિઝોલ્યૂશન પ્રોસેસ હેઠળ 4350 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ કંપની પહેલાથી જ શેર માર્કેટમાં લિસ્ટેડ હતી. આ દરમિયાન વર્ષ 2022માં બાબા રામદેવે કંપનીનું નામ રુચિ સોયાથી બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવ્યું. પતંજલિ ફૂડ્સના શેરોની કિંમત અઠવાડિયા દર અઠવાડિયા અને મહિના દર મહિને વધતી જઇ રહી છે.
Edible Oil બનાવનારી દેશની પ્રમુખ કંપની પતંજલિ ફૂડ્સના શેરોએ કઈ રીતે પોતાના રોકાણકારોને માલામાલ કર્યા છે. તેનો અંદાજો વર્ષ દર વર્ષે તેના ભાવમાં વધારાની સફરને જોઈને લગાવી શકાય છે.
સપ્ટેમ્બર 2017માં તેના શેરની કિંમત 26 રૂપિયા હતી, જ્યારે ગુરુવારે આખો દિવસ કારોબારના અંતે પતંજલિ ફૂડ્સના શેર 1345 રૂપિયા સ્તર પર બંધ થયા. હાલમાં પતંજલિ ફૂડ્સની માર્કેટ કેપ 50 હજાર રૂપિયા આસપાસ છે.