૨૬ વર્ષની ઉંમરે આ દીકરીએ પોતાના એક વિચારથી ચાલુ કર્યો એવો બિઝનેસ કે તેમાંથી તે આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
આપણા દેશની દીકરીઓ બધા જ ક્ષેત્રે આગળ વધી રહી છે અને પરિવાર સહીત દેશનું નામ પણ રોશન કરતી હોય છે. આપણે એવી જ એક દીકરી વિષે જાણીએ જે જેને નારિયેળની કાચલીને જોઈ અને તેને જોઇએ એક એવો વિચાર આવ્યો કે તેનાથી તેઓએ એક બિઝનેસ ચાલુ કર્યો.
અને તેમાંથી આજે સારી એવી આવક સાથે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.આ દીકરી ત્રિશૂળની રહેવાસી છે અને તે ૨૬ વર્ષની છે, આ દીકરીનું નામ મારિયા કુરિયાંકોસ છે. તેઓ એક વખતે નારીયેલનું તેલ બનાવતી કંપનીમાં વિઝીટ કરવા માટે ગઈ હતી.
અને ત્યાં તેઓએ નારીયેલનો કચરો જોવા મળ્યો હતો. ત્યારે જ તેમને નારિયેળના કચરાથી વાસણ બનાવવાનું નક્કી કરી લીધું અને તેઓએ તે દિશામાં આગળ વધ્યા હતા.મારિયાએ વર્ષ ૨૦૧૯ માં THENGA નામેથી એક કંપની ચાલુ કરી હતી,
જ્યાં તેઓએ નારિયેળની કાચલીમાંથી વાસણ બનાવવાનું ચાલુ કર્યું હતું. થેન્નાના નામેથી આ કંપની ચાલુ કરી અને તેનો અર્થ નારીયેલ થાય છે. પહેલા નારિયેળની કાચલીથી ચમચીઓ બનાવવામાં આવતી અને આજે તેનાથી વાસણ બનાવવામાં આવે છે.
જેની માંગ વધી ગઈ છે અને તેઓએ મશીન લઈને આ કામ કરાવનુંઆ ચાલુ કર્યું અને તેઓ આગળ વધ્યા જેમાંથી આજે તેમના વાસણની માંગ વધી ગઈ છે અને આજે તેઓ સારી એવી કમાણી સાથે બીજા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.