એક સમયે ૧૫ રૂપિયાના પગારથી ચાલુ કરેલું કામ આજે આ વ્યક્તિએ ૧૬૦૦ કરોડના સામ્રાજ્ય સુધી પહોચાડ્યું.

એક સમયે ૧૫ રૂપિયાના પગારથી ચાલુ કરેલું કામ આજે આ વ્યક્તિએ ૧૬૦૦ કરોડના સામ્રાજ્ય સુધી પહોચાડ્યું.

બધા જ લોકોને તેમના જીવનમાં આજે આગળ વધવું હોય છે અને આગળ વધવા માટે લોકો સખત મહેનત પણ કરતા હોય છે. આ મહેનત એકના એક દિવસે લોકોને આગળ લઇ જતી હોય છે એવા જ એક વ્યક્તિ વિષે આજે આપણે જાણીએ જેઓએ તેમના જીવનમાં ૧૫ રૂપિયાની દહાડીથી કામ કરેલું છે.

અને આજે તેઓ કરોડો રૂપિયાની કંપનીના માલિક પણ છે.આ વ્યક્તિનું નામ સુદીપ દત્તા છે, તેઓએ તેમના જીવનમાં ઘણી એવી મહેનત કરી છે અને આજે તે આગળ પણ વધ્યા છે. આ વ્યક્તિ પચ્ચિમ બંગાલના દુર્ગાપુરના એક સામાન્ય પરીવારમાં જન્મ થયો હતો.

તેમના પિતા સેનામાં જવાન હતા અને તેઓ ઘાયલ થયા એટલે તેમના પરિવારની તમામ જવાબદારી તેમની પર આવી ગઈ હતી.તો તેઓએ અભ્યાસની સાથે કામ પણ ચાલુ કર્યું હતું, જેમાં થોડા દિવસ પછી સુદીપના મોટા ભાઈનું મૃત્યુ થઇ ગયું તો તેના આઘાતમાં થોડા દિવસ પછી પિતાનું પણ મૃત્યુ થઇ ગયું.

આ મોટી સ્થિતિ માં પરિવારની તમામ જવાબદારી તેમની પર આવી ગઈ અને શોકના વાદળો પણ છવાઈ ગયા હતા. પછી તેઓ આગળ વધવા માટે મુંબઈ ગયા હતા.તેઓએ વર્ષ ૧૯૮૮ માં કારખાનામાં કામદાર તરીકે કામ ચાલુ કર્યું હતું અને ત્યારે તેમને ૧૫ રૂપિયા દહાડી મળતી હતી.

તેઓએ ત્રણ વર્ષ સુધી કામ કર્યું અને કારખાનામાં નુકસાન આવ્યું તો તેઓએ ૧૬ હજાર રૂપિયા ભેગા કરીને આ કંપની ખરીદી અને બે વર્ષ સુધી તેનો બધો જ નફો તેમના માલિકને આપવાનું નક્કી કર્યું પછી તેઓએ તેમાં સખત મહેનત કરી હતી.

તેમની મહેનત રંગ લાવી અને તેઓ આગળ વધ્યા હતા અને તેઓએ તેમની કંપની ess dee alyminum નામની કંપની સ્થાપી અને ૧૬૦૦ કરોડનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *