એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ ખરીદી 4 કરોડની કાર, જુઓ ફોટોઝ
ગૌતમ અદાણી ભારતના જ નહીં, પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. તેઓ ઘણી વખત સમાચારમાં આવતા જ રહે છે. જ્યારે, તેમના બિઝનેસ સંબંધિત કોઇ સમાચાર હોય, કે અમીરોની લિસ્ટમાં તેમના નંબરમાં કોઇ ફેરફાર થયો હોય.
આ સિવાય તેઓ સમાચારોથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ તેઓ ફરીથી ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 4 કરોડની એક કાર ખરીદી છે. આ ગાડીનું એન્જિન તો પાવરફુલ છે જ પણ સાથે સાથે તેના ફીચર્સ પણ જોરદાર છે. કેટલાક લોકો માટે આ એક ડ્રીમ કાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીએ લેન્ડ રોવરની રેન્જ રોવરની SUV ખરીદી છે. આ ગાડીની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. Hottestcarsin નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર ગૌતમ અદાણીએ રેન્જ રોવર ગાડીની આ તસવીરો અપલોડ કરી છે. ગૌતમ અદાણીની આ કાર સફેદ કલરની છે. તેમણે આ ગાડીનું ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલ, લોન્ગ વ્હીલબેસ વર્ઝન ખરીદ્યું છે.
રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલમાં 3000 CCનું ઇનલાઇન-6 ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 346 બ્રેક હોર્સ પાવરનો મેક્સીમમ પાવર અને 700 ન્યુટન મીટરનો પીક ટોર્ક આઉટપુટ આપે છે. આ ખાસ વેરિયેન્ટમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે.