ગુજરાત ના કલાકાર જીગ્નેશ બારોટે અપક્ષ માંથી ચૂંટણી માં ઝંપલાવ્યું આ ગામ થી લડશે ચૂંટણી વધુ માં કહ્યું કે, જુઓ વિડીયો.
હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો માહોલ ખૂબ જામી ચૂકેલો છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ અને પરિણામ ની તારીખ પણ નક્કી થઈ ચૂકી છે. હવે એક પછી એક પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે.
જેમાં અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવેલા છે તો આમ આદમી પાર્ટી દ્વારા બાર નામોની યાદી જાહેર કરવામાં આવેલી છે.
પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ નામ ની જાહેરાત કરવામાં આવેલા નથી. એવામાં ગુજરાતના લોક કલાકાર એવા જીગ્નેશ બારોટ એ પોતાની અપક્ષ માંથી ચૂંટણી લડવા ના વિચારને અમલી બનાવ્યો છે.
જાણવા મળ્યું કે જીગ્નેશ બારોટ પોતાના ગામ ખેરાલુ માંથી અપક્ષ માંથી ચૂંટણી લડશે. આ બાબતે લોકગાયક જીગ્નેશ બારોટ એ વિગતે વાત કરી હતી.
જીગ્નેશ બારોટ નું મૂળ વતન ખેરાલુ છે. તેમણે જણાવ્યું હતું કે ખેરાલુના રોજગાર ધંધા જેવા મુદ્દાઓને લઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ એ જણાવ્યું કે ખેરાલુમાં રોડથી લઈને પાણીની અનેક સમસ્યાઓ છે.
તેમજ તેમના ગામના લોકોને લાગણી હતી કે તેઓ પણ ચૂંટણી લડે આથી પોતાના કુળદેવી હિંગળાજ માતાજીના દર્શન કરીને ચૂંટણીમાં ઝપલાવ્યું હતું અને પોતાનું નામ આગળ કર્યું હતું.
જીગ્નેશભાઈ બારોટ એ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તેને તેના કલાકાર સાથી મિત્રો સાથે તેમ જ પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લીધેલો છે. તેને જણાવ્યું કે તેને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
આમ જીગ્નેશભાઈ એ ખેરાલ માંથી નામ આગળ ધર્તાની સાથે જ ખેરાલુમાં ચૂંટણીનો જંગ ખરેખરી નો જામી ગયો છે. અત્યારે ગુજરાતને પોતાના કબજા માં કરવા એક પછી એક પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.