વારા પછી વારો : વધુ એક મોટા ગજાના નેતા કોરોનાની ઝપેટમાં, ગુજરાતમાં ક્યારે લેવાશે કડક નિર્ણયો

વારા પછી વારો : વધુ એક મોટા ગજાના નેતા કોરોનાની ઝપેટમાં, ગુજરાતમાં ક્યારે લેવાશે કડક નિર્ણયો

ગુજરાત વિધાનસભા,સચિવાલયમાં ફફડાટ, રાજ્ય્ક્શાના મંત્રી જીતુ ચૌધરી સંક્રમિત થયા, 5 IAS બાદ સરકારના મંત્રી પણ સંક્રમિત.

ગુજરાતમાં ફરી એક વાર વિધાનસભાના દ્વારે કોરોનાએ પ્રવેશ કર્યો. એક તરફ રાજ્ય સરકારમાં વાયબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ છે બીજી તરફ, રાજ્ય સરકારના મંત્રી અને IAS કોરોના સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે. રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી બીજી વખત કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલી વખત વિધાનસભા સત્ર વખતે જીતુ ચૌધરી સંક્રમિત થયા હતા. જીતુ ચૌધરીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે,સંક્રમણ ફેલાતા વિધાનસભા સંકુલના સચિવાલયમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય મંત્રીના RT-PCR ટેસ્ટ માટે જીતુ ચૌધરીના સેમ્પલ લેવાયા છે.

ગુજરાતમાં ક્યારે લેવાશે કડક નિર્ણયો? મહાનગરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લાગૂ કરી દેવાયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો AMC દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ, ફ્લાવર શૉ અને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવા જઇ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં કોરોના વધુ વધે નહીં તે માટે ગુજરાતમાં ક્યારે કડક નિર્ણયો લેવાશે? કેટલીક શાળા અને કોલેજો સ્વેચ્છીક રીતે ઓનલાઇન શિક્ષણ શરૂ કરી રહી છે. પરંતુ રાજ્ય સરકાર કોઈ ઠોસ નિર્ણય લે તેવી જનતા રાહ જોઈ રહી છે.

સચિવાલયમાં પહોચ્યો કોરોના, બોલિવુડ સેલિબ્રિટી સહિત નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ મંગળવારે સાંજે પોઝિટીવ આવ્યો હતો. જેને લઇને હવે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. હાલ કોરોનાગ્રસ્ત મનોજ અગ્રવાલ હોમક્વોરોન્ટાઈન છે. મનોજ અગ્રવાલ સહિત પાંચ જેટલા IAS અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ IAS અધિકારીઓનો કોરોનાગ્રસ્ત:
જે.પી. ગુપ્તા, પ્રિન્સિપાલ સેક્રેટરી,ફાઇનાન્સ
હારિત શુક્લા,સેક્રેટરી, ટુરિઝમ
જયપ્રકાશ શિવહરે,કમિશનર, હેલ્થ
રાજકુમાર બેનિવાલ, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી
એક પછી એક ભાજપના નેતા કોરોના સંક્રમિત

ગત 31 ડિસેમ્બરના રોજ ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા જ ઝડફિયા હોમ આઇસોલેટ થયા હતા. તે અગાઉ સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોવોના સંક્રમિત થયા હતા. બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહા નગર પાલિકાના બે પદાધિકારીઓ પણ સંક્રમિત થતા ફફડાટ ફેલાયો હતો. તો 30 ડિસેમ્બરે સુરતના ધારાસભ્ય ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સુરત ભાજપના જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

વિપક્ષના તાતાતીર, રાજ્યમાં એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ વિપક્ષ સરકારને બાનમાં લેવાનુ ચૂકતી નથી. ત્યારે વધુ એકવાર કોંગ્રેસે કોરોનાના કેસને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી કાર્યક્રમોના આયોજનને લઇને સવાલો ઉઠાવ્યા. ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે છેલ્લા 4 દિવસમાં કોરોનાના કેસ બમણા થઇ ગયા છે તેમ છતાં સરકારને તાયફા કરવામાં જ રસ છે. પ્રજાને કોરોનાથી બચાવવા માટે તાત્કાલિક અસરથી રાજકીય મેળાવડા બંધ કરે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *