Coronavirus In India: કોરોનાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો ખાસ વાતો

Coronavirus In India: કોરોનાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન, જાણો ખાસ વાતો

નવી દિલ્હીઃ Coronavirus In India: ચીન, જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં વધી રહેલા કોરોના કેસને જોતા ભારત સરકાર પણ સતર્ક છે. ચીનમાં તાજેતરના મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF7ના છે. ભારતમાં પણ BF7ના ચાર કેસ સામે આવ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ના નિવારણ માટેની તૈયારીઓને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી.

આ દરમિયાન, શુક્રવારે (23 ડિસેમ્બર) સરકારે એક ગાઇડલાઇન બહાર પાડી, “કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખીને વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે કારણ કે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે.” આ સાથે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ લોકો પ્રિકોશન ડોઝ લે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુરૂવારે કોરોનાના ખતરાને જોતા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 ડિસેમ્બર) એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો- અચાનક રોડ ફાટ્યો અને અંદર સમાઈ ગઈ ગાડીઓ, હૈદરાબાદના આ વિસ્તારમાં મચી ગયો હડકંપ

તેમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મજબૂત સર્વેલાન્સ અને ટેસ્ટિંગ વધારવામાં આવે. સાથે તેમણે માસ્ક પહેરવાની સલાહ આપી અને કહ્યું કે હજુ કોરોના ગયો નથી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેસ્ટિંગ વધારવા પર પીએમ મોદીએ ભાર મુક્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *