મહેસાણા: અલ્પેશ ઠાકોરે હજારો લોકોને મોતના મુખમાં ધકેલ્યા!
મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, ભાજપ નેતાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, શુ અલ્પેશ ઠાકોરને કોરોનાનો નથી લાગતો ડર?
મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવાયા છે. ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે યોજાયેલ કાર્યકમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા કર્યા છે. અહિં ગઈ કાલે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં નાઇટ ક્રિકેટ ટુનામેન્ટના ઓપનિંગ કાર્યક્રમમાં સામાજિક અંતરના ધજાગરા કર્યા હતા. અહિં ભાજપના નેતાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં જનમેદની ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ભેગી કરી હતી.
શુ અલ્પેશ ઠાકોરને કોરોનાનો ડર નથી લાગતો? ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ભાજપના નેતાઓ જ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભાજપ નેતાઓ ભાન ભૂલી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
ભાજપ નેતાઓ ક્રિકેટ ટુર્નામેન્ટોના કાર્યક્રમો યોજી રહ્યા છે અને કોરોનાનો ડર ન હોય તેમ સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે. જણાવી દઇએ કે, ગઇ કાલે ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાત સકકારે સરકારી કાર્યક્રમ સહિત અને કાર્યક્રમો રદ કર્યા છે પરંતુ અલ્પેશ ઠાકોર ભાન ભૂલી મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.
અહિં સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે, પોલીસ સામાન્ય નાગરિકોને દંડ ફટકારે છે તો આ નેતાઓ વિરૂદ્ધ કેમ કોઇ કાર્યવાહી થતી નથી. કાયદો જો બધા માટે સમાન છે તો પછી નેતાઓને કેમ લાગુ પડતો નથી. ગુજરાતમાં કોરોનના કેસનો આંકડો 5 હજાર પર પહોંચી ગયો છે, તો શુ નેતાઓ જ જનતાને મોતના મુખમાં ધકેલી રહ્યા છે.