વિદેશમાં પોતાનો બિઝનેસ છોડીને બનાસકાંઠાના આ યુવક વતન પાછા આવ્યા અને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી ચાલુ કરી આજે તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે.
ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં નાના મોટા હજારો-લાખો ખેડૂતો અલગ-અલગ ખેતી કરીને સારી એવી આવક કરતા હોય છે. હાલના સમયમાં બધા જ યુવાનો તેમના અભ્યાસ પછી ખેતી અને પશુપાલન તરફ વળી જતા હોય છે.
આજે એવા જ એક યુવા ખેડૂત વિષે જાણીએ જેઓએ વિદેશમાં કામ છોડીને વતન આવીને ખેતી ચાલુ કરી હતી.બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા યશભાઈ જેઓ સિંગાપુરમાં હીરાનો બિઝનેસ કરતા હતા.
પણ તેમની માતા બીમાર હોવાથી તેઓ તેમનો બિઝનેસ છોડીને પાછા વતન આવી ગયા હતા. ત્યારબાદ માતાની સારવાર ચાલુ કરવામાં આવી હતી. જેમાં શાકભાજીમાં વપરાતી દવાઓ અને બીજી ઘણી ભેળસેળ વારી વસ્તુઓથી આ કેન્સરની બીમારી થઇ હતી.
તો તેઓએ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કી કર્યું હતું, તેઓએ તેમની ૮ વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી ચાલુ કરી દીધી હતી. તેઓએ તેમની જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી અને તેમાં તેઓએ હળદરનો એક્સપોર્ટ કરવા લાગ્યા હતા. આમ બીજી ઘણી પ્રકારની પણ તેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.
આ સાથે તેઓ કોલેજના વિદ્યાર્થીઓને પણ આ ખેતી વિષે માહિતગાર કરી રહ્યા છે, આમ તેઓ છેલ્લા ૭ વર્ષથી આ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. આમ તેઓ સારી એવી આવક સાથે બીજા ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે.