અભનેત્રી ‘દેબીના’ એ ચાહકો ને દેખાડી તેની બીજી દીકરી ની ખાસ ઝલક તસ્વીર શેર કરતા કહી સુંદર કવિતા, જુઓ તસ્વીર.
અભિનેત્રી દેબીના બેનર્જી અને તેના પતિ ગુરમીત ચૌધરી માટે વર્ષ 2022 ખૂબ જ યાદગાર રહ્યું છે. માત્ર સાત મહિનાના જ અંતરાલમાં બે નાની રાજકુમારીઓ નો જન્મ તેના ઘરે થયો છે.
એપ્રિલ મહિનામાં પુત્રી લીયાના ના જન્મ પછી દેબીના બીજી વખત ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ અભિનેત્રી ફરી માતા બની ગઈ છે. દેબીના ની બીજી દીકરીની જલક જોવા માટે તેના ચાહકો આતુર થઈ રહ્યા હતા.
એવામાં ચાહકોની ઈચ્છા ને માન આપીને દેબીના બેનર્જીએ પોતાની બીજી દીકરીની ઝલક દેખાડી દીધી છે. દેબિના એ તેની બીજી પુત્રીની ઝલક ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
તેને દીકરીની તસ્વીર શેર કરતા ની સાથે એક કવિતા પણ લખેલી છે. આ તસ્વીરમાં માતા અને પુત્રી ખૂબ જ સુંદર લાગી રહેલા છે. પરંતુ અભિનેત્રીએ તેની નાની દીકરીનું મોઢું હજુ સુધી દેખાવા દીધું નથી.
તેને પોતાની પુત્રી ના મોઢા ઉપર હાર્ટ ઈમોજી લગાવી દીધું છે જેથી દીકરીનું મોઢું કોઈને બતાવી રહ્યું નથી. તસવીરમાં જોઈ શકાય છે તેમ અભિનેત્રી એ પિંક કલરનો શૂટ પહેર્યો છે અને તેની પુત્રીને જોઈ રહી છે પોસ્ટ શેર કરતાં અભિનેત્રીએ કેપ્શન માં પ્રખ્યાત લેખિકા એમાં રોબિન્સની એક કવિતા લખી છે જેમાં લખ્યું કે,
મારા બીજા બાળક માટે તમે મારું પ્રથમ બાળક નથી તે સાચું છે તને પ્રેમ કરતા પહેલા હું કોઈને બીજાને પ્રેમ કરતો હતો. પરંતુ આ વખતે હું અલગ માતા છું આ વખતે મને વધુ શાંત અને આત્મવિશ્વાસ મળ્યો હવે બે બાળકોને મારી જરૂર છે હું પહેલીવાર ખૂબ ઉત્સાહિત હતો. આ વખતે હું વસ્તુઓને ધીમી લેવા માંગુ છું તારી પ્રથમ મારી છેલ્લી હશે.
આમ આવી સુંદર કવિતા તેને કેપ્શન માં લખેલી છે. ચાહકો આ તસવીર જોઈને ખૂબ જ શુભકામનાઓ અભિનેત્રીને પાઠવી રહ્યા છે. તો કેટલાક ચાહકો અભિનેત્રીને તેને પુત્રીનું મોઢું બતાવવા માટે કહી રહ્યા છે. પતિ પત્નીના લગ્ન વર્ષ 2011માં થયા હતા. ત્રણ એપ્રિલના રોજ વર્ષ 2022 માં પરિવારમાં પ્રથમ દીકરી નું સ્વાગત થયું અને સાત મહિના બાદ 11 નવેમ્બરના રોજ બીજી દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું.
આમ પતિ પત્ની બે દીકરીના માતા-પિતા બની ગયા છે બંને એ અનેક ટીવી સીરીયલમાં ખાસ એવા રોલ ભજવેલા છે અને બંને અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા ઉપર હેડ લાઈન બનાવતા રહે છે.