એક છાત્રાએ નહાતી 60 વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ કર્યો ત્યાર બાદ છોકરીઓએ પોતાનો જીવ…
પંજાબની મોહાલી સ્થિતી ચંડીગઢ યુનિવર્સિટીમાં હડકંપ મચી ગયો છે. ત્યાં એક છાત્રએ સ્નાન કરી રહેલી ૬૦ વિદ્યાર્થીઓનો વિડીયો બનાવ્યો હતો. જે તેણે સિમલામાં રહેતા એક છોકરાને વાયરલ કરવા આપ્યો.
જે સોશ્યલ મીડિયા પર છવાઈ રહેતાં ૮ છોકરીઓએ તો આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો. આ છોકરાએ તે ન્યૂડ-વિડીયો ચંડીગઢ યુનિવર્સિટીને મોકલી આપ્યો. આ માહિતી મળતાં ૮ છોકરીએ તો આત્મહત્યાની કોશીશ કરી હતી. તેમને ગઇકાલે રાત્રે અઢી વાગે છોકરીઓને જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરાઈ હતી. આ પૈકી એકની સ્થિતિ અતિ ગંભીર છે.
આ પછી તે વિડિયો ઉતારનારો છોકરો અને તેના મિત્ર જે હિમાચલ પ્રદેશનો છે તે બંનેને પોલીસે અટકાયતમાં લીધાં છે. આ વિડીયો ઇન્ટરનેટ ઉપર પણ મુકવામાં આવ્યો હતો. તે જોઈ તે છોકરીઓ દંગ થઇ ગઇ હતી. આથી તેઓએે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
ચંડીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટના દબાવી દેવા માટે યુનિવર્સિટી મેનેજમેન્ટ ઉપર ભારે દબાણ થઇ રહ્યું છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમણે કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ પણ કરી હતી છતાં તેની ઉપર કોઈ પગલાં હજી સુધી લેવામાં આવ્યાં નથી. આ અંગે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે વિદ્યાર્થીઓને અને યુનિવર્સિટીને શાંતિ રાખવા અપીલ કરતાં જણાવ્યું હતું કે કોઈ પણ અપરાધીને છોડવામાં નહીં આવે.