દીકરાની મુંડન વિધિ કરવા જઈ રહેલા પરિવારને નડ્યો એવો ગંભીર અકસ્માત કે જેમાં એકસાથે ૨૬ લોકોની અંતિમયાત્રા નીકળી.

દીકરાની મુંડન વિધિ કરવા જઈ રહેલા પરિવારને નડ્યો એવો ગંભીર અકસ્માત કે જેમાં એકસાથે ૨૬ લોકોની અંતિમયાત્રા નીકળી.

અત્યારના આધુનિક યુગમાં દિવસે દિવસે વાહન વ્યવહાર ખુબજ વધી રહ્યો છે ત્યારે તેને લઈને રોડ અકસ્માતની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે.જેમાં અનેક લોકો પોતાની જીવ ગુમાવતા હોય છે.ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે.

જેમાં એક સાથે ૨૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જે ઘટના કાનપુર માંથી સામે આવી છે.જે ઘટનામાં ટ્રેક્ટર અને ટોલી લઈને જતા હતા પરંતુ ટ્રેક્ટર ચાલાક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક જ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.

જેને લઈને ૨૬ જેટલા મિસાફરોના મોત નિપજ્યા હતા અને ૧૦ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ મૃતકોને પણ PM અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જે ઘટનામાં ટ્રેક્ટર ચાલાક બચી ગયો હતો પરંતુ અમુક નાના બાળકોએ પોતાનો જીવ ગીમાવ્યો હતો.આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકના વાદળો છવાઈ ગયા છે અને મહિલાઓ પણ ઘરના દરવાજા પકડીને રડી રહી છે એક સાથે ૨૬ મૃતદેહ ગામમાં આવતા ગ્રામજનો હીબકે ચડ્યા હતા આ ઘટનાથી ગ્રામજનો આંસુ રોકી શકતા નથી.

જયારે તમામ મૃતકોના એક સાથે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા જે દરેક લોકો મંદિરમાં માનતા પુરી કરવા માટે જઇ રહ્યા હતા જયારે બાળકને મુંડન કરવાની માનતા પુરી કરી પરત ફરતી વખતે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી જે ઘટનામાં ૧૩ મહિલાઓ અને ૧૩ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.તમામ મૃતદેહને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *