મજૂરી કામ માટે અન્ય રાજ્ય માં ગયેલ વ્યક્તિ 14-વર્ષ બાદ સાધુ ના વેશ માં પોતાના ઘરે જ ભિક્ષા માંગવા આવ્યો ત્યારબાદ,

મજૂરી કામ માટે અન્ય રાજ્ય માં ગયેલ વ્યક્તિ 14-વર્ષ બાદ સાધુ ના વેશ માં પોતાના ઘરે જ ભિક્ષા માંગવા આવ્યો ત્યારબાદ,

ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના કેતારના આદિવાસી બહુમતી વાળા માયર નામના ગામમાં એક એવી ઘટના બની કે જેને સાંભળીને લોકો ચોકી ઉઠ્યા હતા તો ઘર પરિવારના સભ્યો રડી પડ્યા હતા.

શું બની ઘટના તો વિગતે વાત કરીએ તો ઉમાદેવી નામની એક પરણીત મહિલા કે જે તેના ત્રણ બાળકો સાથે પોતાના ગામમાં રહે છે. તેનો પતિ 14 વર્ષ પહેલા મજૂરી કરવા માટે ચેન્નાઇ ગયો હતો ત્યાંથી થોડો સમય પૈસા મોકલતો હતો.

એકવાર પતિ નો ફોન તેની પત્ની ઉમાદેવી ને આવ્યો ત્યારે પતિએ જણાવ્યું હતું કે અમુક સાધુઓ તેને કોઈ નસીલો પદાર્થ ખવડાવીને તેને સંન્યાસી બનાવવા માંગે છે. ત્યારબાદ થોડા મહિના બાદ પતિ નો ફોન આવવાનો પણ બંધ થઈ ગયો હતો.

પત્નીએ તેના પતિ ની શોધખોળ કરી પરંતુ કોઈ અતો પતો લાગ્યો નહીં આથી પત્ની એ તેના પતિ ની પાછા આવવાની આશા છોડી દીધી હતી પરંતુ 14-વર્ષ બાદ શનિવારે અચાનક બન્યું એવું કે ગામમાં અમુક સાધુઓ ભિક્ષાટન કરવા આવ્યા હતા.

જેમાં નરેશ સિંહ કે જે ઉમાદેવી નો પતિ છે તે તેના ઘરે જ ભિક્ષા લેવા આવ્યો હતો. પત્નીએ તેના પતિને અચાનક સામે જોઈને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી તેના ત્રણ બાળકો નરેશ સિંહ ની પત્ની તથા ઘરના અન્ય સભ્યો પણ ખૂબ રડવા લાગ્યા હતા.

14 વર્ષ બાદ પતિએ તેના પરિવારને જોતા તે પણ ભાવુક થઈ ગયો હતો. જાણવા મળ્યું કે નરેશ સિંહ ભિક્ષા લઈને હવે તે શંભુનાથ ના નામે ઓળખાય છે.

ગામમાં આવેલી માયર પ્રાથમિક વિદ્યાલયમાં નરેશસિંહ તેના અન્ય સાધુઓની ટોળકી સાથે રોકાણો હતો ત્યાં સેકડો લોકોની ગામ ની ભીડ એકઠી થઈ હતી. ગામ લોકોએ નરેશસિંહને ઘરે પાછા આવવા કહ્યું હતું પરંતુ નરેશ માંથી શંભુનાથ મળેલા આ વ્યક્તિ એ ઘરે પાછા આવીને ગૃહસ્થ જીવનમાં સંસારની મોહમાયા છોડીને ઘરે ન ફરવાની જીદ પકડી હતી અને તેની ટોળકીના સભ્યો પણ આ બાબતે કહ્યું કે,એવો ભિક્ષાટન કરીને અન્ય જગ્યાએ જતા રહેશે અને તેને પણ ઘરે આવવાની ના પાડી હતી. તો બીજી તરફ ઘરના લોકો ની હાલત રડી રડીને કફોડી થઈ ચૂકી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *