આજથી 37 વર્ષ પહેલાં રેસ્ટોરેન્ટમાં જમવા ગયો હતો વ્યક્તિ, રેસ્ટોરેન્ટનું બિલ જોઇને દંગ રહી ગયા લોકો
જ્યારે પણ તમે બહાર ભોજન કરવા માટે જાવ છો તો ઓછામાં ઓછા 500-100 રૂપિયા તો ખર્ચ કરી દે છે. જો તમે અલગ-અલગ સ્વાદિષ્ટ ભોજનનો આર્ડર કર્યો તો બિલ હજારોમાં પણ જઇ શકે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજથી લગભગ 35 થી 40 વર્ષ પહેલાં રેસ્ટોરેન્ટમાં જઇને ભોજનનું બિલ કેટલું આવતું હશે? જોકે આજના સમયમાં બહારનું ભોજન મોંઘું થઇ શકે છે.
જો તમે બે લોકો માટે એક ભોજન ઓર્ડર કરો છો તો લગભગ ₹1000 અથવા તેનાથી વધુ પૈસા આપવા પડી શકે છે. જોકે, કેટલાક લોકોને આટલો ખર્ચ કરવામાં કોઇ સમસ્યા નથી, પરંતુ બીજા માટે આટલું પેમેન્ટ કરવું થોડું મુશ્કેલ હોઇ શકે છે.
હોટલમાં ભોજનનું બિલ આટલું આવ્યું
શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગભગ ચાર દાયકા પહેલાં રેસ્ટોરેન્ટમાં ભોજનની કિંમત શું હોઇ શકતી હતી. જો તમે આ જાણવા માટે ઉત્સુક છો તો ચાલો અમે તમને જણાવી દઇએ. ફરીથી વાયરલ એક જૂની ફેસબુક પોસ્ટમાં તમે 1985 ના બિલને જોઇ શકો છો. કહેવામાં આવ્યું છે કે બિલ દિલ્હીના એક જાણિતી રેસ્ટોરેન્ટનું છે.
રેસ્ટોરેન્ટમાં દાલ મખની, રાયતું, શાહી પનીર અને રોટલ સહીત ચાર સ્વાદિષ્ટ ભોજનની કિંમત ₹26.30 છે. આ સાંભળીને તમે દંગ રહી ગયા ને? ચાલો અમે તમને જૂના બિલમાં લખેલી કિંમત વિશે જણાવીએ. આ પોસ્ટને ફેસબુક પર લઝીઝ રેસ્ટોરેન્ટ એન્ડ હોટલ (Lazeez Restaurant & Hotel) એ શેર કર્યું હતું.
9 વર્ષ જૂની ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
ફેસબુક પોસ્ટના કેપ્શનમાં રેસ્ટોરેન્ટમાં લખ્યું ‘બિલ તારીખ 20 ડિસેમ્બર, 85.’ આ પોસ્ટ 9 વર્ષ પહેલાં શાહી પનીરની કિંમત 8 રૂપિયા લખેલી છે. ત્યારબાદ દાલ મખનીની કિંમત 5 રૂપિયા,
રાયતાની કિંમત 5 રૂપિયા અને કુલ રોટીની કિંમ્ત 6 રૂપિયા અને 30 પૈસા લખેલી છે. કુલ બિલ 24 રૂપિયા 24 રૂપિયા 30 પૈસાનું છે અને 2 રૂપિયા સર્વિસ ટેક્સ ઉમેરીને 26 રૂપિયા 30 પૈસા થયા. આ જૂના બિલને જોઇને બધા લોકો આશ્વર્યમાં પડી ગયા અને લોકોએ આ પોસ્ટ પર પોતાની પોતાની પ્રતિક્રિયા આપી.