ધોરણ 10 પાસ વ્યક્તિએ એવો મગજ દોડાવ્યો કે, આજે 25 દેશના ખેડુતોને થયો લાભ, આજે કરોડો રૂપિયા કમાઈ છે.
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે વ્યક્તિમાં આવડત અને કોઠાસુઝ હોવી જોઈએ. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું, જે માત્ર 10 ધોરણ પાસ હોવા છતાં પણ તેમને એવું મશીન બનાવ્યું કે આજે 25 દેશના લોકો તેનો ઉપયોગ કરે છે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ વ્યક્તિ કોણ છે અને તેન એવું તે શું સંશોધન કર્યું છે કે, જેની નોંધ સૌ કોઈએ લીધી છે.
અભ્યાસ પૂરતો ન હોવા છતાં પણ હરિયાણાના ધર્મવીર કાંબોજ આજ એક મોટા વૈજ્ઞાનિક બની ગયા છે. તેમણે એવી મશીનો તૈયાર કરી દીધી છે કે, જેનાથી ખેડૂતો ટામેટામાંથી કેચઅપ, એલોવેરાની પાનમાંથી એલોવેરા જ્યૂસ, પલ્પ અને સાબૂ શેમ્પૂં વગેરે બનાવી શકે છે. ધર્મવીરના એક સંશોધન દ્વારા અનેક ખેડૂતોને લાભ થયો છે.
ધર્મવીર જ્યારે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે ખેતરમાં ચરી રહેલી ગાયોનું દૂધ નીકાળીને તેમાંથી મિઠાઈ બનાવીને ખાતા હતા. આ કામ તેઓ બાજરીના ખેતરની વચ્ચે બેસીને કરતા હતા. રસપ્રદ વાત તો એ છે કે, ખેતરમાંથી ધુમાડો નીકળતો જોઈને લોકોને શંકા થતી હતી અને તેઓ પકડાઈ જતા હતા.
આ કારણે તેમને એકવાર વિચાર્યું કે, જો કોઈ એવો સ્ટવ બનાવવામાં આવે જેમાં આગ લગાવવા પર ધુમાડો ન નીકળે, તો તેમના આ કામ વિશે કોઈને પણ ખબર નહિ પડે. બસ ત્યારપછી ધર્મવીરે એક એવો સ્ટવ બનાયો જેમાં આગ લગાવવા પર ધુંમાડો થતો ન હતો.
10માં ધોરણના અભ્યાસ પછી આર્થિક સ્થિતિથી કંટાળીને કામની શોધમાં હરિયાણાતી દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં ધર્મવીર કાંબોજે ઘણા દિવસો સુધી હાથ રિક્ષા ચલાવી. રાત્રેના નાઈટ સેલ્ટરમાં સૂઈ ગયા અને રૂપિયા બચાવીને પરિવારને ચલાવવાના પ્રયત્ન કર્યા. એકવાર જ્યારે તેમનો અકસ્માત થયો, તે તે ઘટનાએ તેમના દિમાગને જ બદલી દીધું અને તેમણે દિલ્હી છોડવાનો નિર્ણય કર્યો.
ધર્મવીર કંબોજે દિલ્હીમાં ચાર-પાંચ વર્ષ સુધી રિક્ષા ચલાવી, રિક્ષાને લઈને તેઓ તેમના ગ્રાહકોને હર્બલ માર્કેટ અને બજારમાં લઈ જતા હતા. ત્યાં તેમણે ધીરે-ધીરે ઔષધિઓનું કામ જોયું અને શીખ્યા.જીવનમાં એક એવો વળાંક આવ્યો કે ધર્મવીરનું અકસ્માત થયું અને તેઓ ફરી પોતાના ગામ આવ્યા અને અહીંયા તેમણે આમળા, એલોવેરા અને અન્ય પ્રકારની ઔષધિઓમાંથી પ્રોડક્ટ બનાવવા માટે મશીનનું નિર્માણ કર્યું.
તેમણે એક મશીન બનાવવા માટે ફેબ્રિકેટરની પાસે જઈને તેને ડિઝાઈન કરાવ્યું અને તેનો ઓર્ડર આપ્યો. પહેલી મશીન તેમણે 35,000 રૂપિયામાં બનાવી. ત્યારબાદ તો જાણે કે, ધર્મવીજ કંબોજની લોટરી લાગી ગઈ. ધર્મવીર કંબોજની મશીન આજે દુનિયાના 25થી વધારે દેશોમાં ઉપયોગમાં લેવાય છે. આ સંશોધન દ્વારા તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે અને કોરોડ રૂપિયાની કમાણી પણ કરે છે.