77 વર્ષના દાદીમા આજે લાખો રૂપિયાની કમાણી કરે છે જાણો તેમની સફળ કહાની

77 વર્ષના દાદીમા આજે લાખો રૂપિયાની કમાણી કરે છે જાણો તેમની સફળ કહાની

નમસ્કાર દોસ્તો, આજે આપણે એક સફળ મહિલા વિશે વાત કરીશું,જેમણે બે-બે હાર્ટએટેક આવ્યા છે, ડાયાબિટીસના દર્દી છે,એક દીકરી બાળપણમાં ગુજરી ગઈ, ૨ દીકરા ભર જુવાનીમાં ગુજરી ગયા,બુઢાપાની લાઠી સમાન પૌત્રને ગંભીર અકસ્માત નડ્યો,અધૂરામાં લોકડાઉન આવ્યું.

આટઆટલી આંધીનો સામનો કર્યા પછી ૭૭ વર્ષની આ ગુજરાતણ મહિલા આથણા-નાસ્તા-ટિફિનનો ધંધો ચાલુ કરે છે,સવારથી સાંજ સુધી એમ ૧૨ થી ૧૪ કલાક રસોડામાં તનતોડ મહેનત કરે છે.

પોતે બેઠા થાય છે અને આખા કુટુંબને બેઠું કરે છે.તેમનું કહેવું છે કે,માથે ઓઢીને રોવાથી મુસીબતોના ડુંગરા ભેદી શકાતા નથી,ઉર્જા-જોશ અને ગજબની હિંમત ધરાવતા દાદીમાનું નામ ઉર્મિલાબેન જમનાદાસ આશર છે.

મૂળ કચ્છના ઉર્મિલાબેન મુંબઈના પ્રાર્થના સમાજમાં આવેલી કરસનદાસ નાથા ભાટિયા નામની સો વર્ષ જૂની ચાલમાં રહે છે, તેઓ ગુજરાતી, મરાઠી અને કચ્છી ભાષા બોલે છે.લગ્ન પછી તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા,તેમના પતિ મિલમાં કામ કરતા હતા, તેઓ ત્રણ સંતાનોની માતા બન્યા પણ એ ત્રણમાંથી કોઈ આ દુનિયામાં હવે હયાત નથી.

અઢી વરસની દીકરી બિલ્ડીંગ ઉપરથી પડીને ગુજરી ગઈ, એક દીકરાનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું ત્યારે બીજો દીકરો બ્રેન ટ્યુમર થવાથી અવસાન પામ્યો.મિલમાં કામ કરતા પતિની નોકરી છૂટી ગઈ એવા સંજોગોમાં ઊર્મિલાબેને ઘરની જવાબદારી ઉપાડી લીધી અને ઘરેથી ટિફિન સર્વિસ ચાલુ કરી.તેવો આજુ બાજુના ઘરમાં રસોઇ કરવા જવા લાગ્યા.

પેટે પાટા બાંધી પૌત્ર હર્ષને ભણાવી ગણાવીને મોટો કર્યો.હર્ષે ૨૦૧૨ માં MBA પૂર્ણ કર્યું.પહેલા નોકરીને પછી પોતાનો ધંધો ચાલુ કર્યો. હર્ષ પગભર થતા કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો થયો.ઉર્મિલાબેનના પરિવારમાં સુખ-શાંતિના દિવસોની હજી શરૂઆત થઈ હતી ત્યાં ૨૦૧૮ માં પાછી એક દુર્ઘટના ઘટી.હર્ષ એક ગંભીર અકસ્માતનો ભોગ બન્યો.

આ અકસ્માતમાં જીભનો અમુક ભાગ અને ઉપરનો હોઠ ગુમાવવા પડયા.બહુ લાંબા સમય સુધી તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું.ઝડબામાં ૨૨ સ્ક્રૂ બેસાડવા પડ્યા.ઈશ્વરની કૃપાથી તેની જિંદગી તો બચી ગઈ પણ ઇલાજ કરાવ્યા પછી તેનો ચહેરો વિકૃત બની ગયો,હતાશા અને નિરાશા તેને ઘેરી વળી.ઘરની બચત અને ઉર્મિલાબેનની મરણમૂડી હર્ષની સારવારમાં ખર્ચાઈ ગયા.

હર્ષનો ધંધો પડી ભાંગ્યો,એ કાંઈ બીજું નવું વિચારે ત્યાં કોવિડ-૧૯ આવી ગયો જો કે આ સમય પરિવાર માટે આફતને અવસરમાં ફેરવાનો સમય સિદ્ધ થયો.શારીરિક અને માનસિક રીતે પડી ભાગેલા પૌત્રને લાઈને ચડાવવા ૭૭ વર્ષના દાદીમા આગળ આવ્યા.

એમને હર્ષને હિંમત આપતા જણાવ્યું કે બેઠા તે તો માત્ર તારા જીભ અને હોઠ ગુમાવ્યા છે,મેં તો મારા ત્રણ સંતાનો ગુમાવ્યા છે,છતા હું કાળજુ કઠણ કરીને જીવું છું.દાદીમાના શબ્દોથી હર્ષના દિલોદિમાગમાં નવી શક્તિનો સંચાર થયો.

હર્ષ જાણતો હતો કે દાદી રાંધવા પકાવવામાં બહુ માહિર છે.તેમના હાથમાં ગુજરાતી રસોઇનો જાદુ છે.તેમણે અથાણા બનાવવાની ખૂબ ફાવટ હતી.હર્ષે દાદીમાને પૂછ્યું,દાદીમા આપણે અથાણા બનાવીને વેચીએ તો ? દાદીમાએ કહ્યું,આ એક સારો વિચાર છે.દાદીમાએ કહ્યું, અથાણા તો હું બનાવી આપીશ પણ વેચવાનું કામ તારું છે.

દાદીમાએ હોમમેડ અથાણા બનાવવાની શરૂઆત કરી.હર્ષે ઝીરો બજેટ માર્કેટિંગ ચાલુ કર્યું,સોશિયલ મીડિયા અને વોટ્સ એપ પર માર્કેટિંગ શરૂ કર્યું.ધીમે-ધીમે ઓર્ડર મળવા લાગ્યા.જોતજોતામાં દાદી-પૌત્રએ ૪૫૦ કિલો અથાણા વેચી નાખ્યા અર્થાત ગુજ્જુબેનના નાસ્તા,અથાણાનો ધંધો એટ્લે સીઝની ધંધો માટે કાયમી ન ચાલે એટ્લે કાયમી ચાલે એવા ધંધાની યોજના ઘડી.

અથાણા સિવાય ગુજરાતી નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું. થેપલા-ઢોકળા-પુરનપુરી,હલવો,સાબુદાણા ખિચડી, આવી અન્ય વસ્તુ બનાવી અનેક લોકોને જાણ કરી,ઓર્ડર પર ઓર્ડર આવવા લાગ્યા.તેમણે બે હેલ્પર બહેનોને કામે રાખી વેપાર વધાર્યો.

૧૦ લાખ રુપિયાનું રોકાણ કરવા બે મિત્રો સાથે ભાગીદારી કરી દુકાન ચાલુ કરી.હવે ઉર્મિલાબેન મુંબઈમાં છવાઈ ગયા છે.ઊર્મિલાબેન મહિને અઢી-ત્રણ લાખની કમાણી કરે છે.તેમની બનાવેલ વાનગીઓ ઝોમેટો અને સ્વીગી પર લિસ્ટ થઈ ગઈ છે અને હોલસેલર સાબિત થઈ છે.જો તમને અમારા દ્વારા શેર કરવામાં આવેલ સફળ કહાની પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *