આ રોકાણકારો માલામાલ: 1 અઠવાડિયામાં રૂ.1000ના થયા 3000 કરોડ
એક સપ્તાહમાં 2.9 અબજ ટકાની તેજી, અત્યારે 50 લાખ ડોલરથી પણ ઓછી માર્કેટકેપ, એકતા ટોકનની વેલ્યુ જાણી રોકાણકારો સ્તબ્ધ.
ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં હાલ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકબાજુ બિટકોઇન અને ઇથેરમ જેવી મેનસ્ટ્રીમ ક્રિપ્ટોકરન્સી છે તો બીજીબાજુ મીમકોઇન અને અલ્ટકોઇનની ચર્ચા છે. આ બધાની વચ્ચે કેટલીય નવી ક્રિપ્ટોકરન્સી આવી રહી છે જે હેરાન કરનાર રિટર્ન આપી રહ્યું છે. આ લાઇનમાં નવું નામ જોડાયું છે ક્રિપ્ટો ટોકન એકતાનું. આ નવા ટોકનમાં છેલ્લાં સાત દિવસમાં 2.9 અબજ ટકાની તેજી આવી છે.
સાત દિવસમાં આટલી વધી વેલ્યુ, કોઇનમાર્કેટકેપ પર ઉપલબ્ધ ડેટાના મતે એકતા ટોકનની વેલ્યુ સાત દિવસ પહેલાં 0.00000001396 ડોલર હતી, જે તમામ 0.4039 ડોલર હતી, જે અત્યારે 0.4039 ડોલર પર આવી ચૂકી છે. આ એક સપ્તાહમાં 2,893,266,376 ટકા ઉછળ્યો છે. તેનો અર્થ એ છે કે એક સપ્તાહ પહેલાં જો કોઇએ આ ટોકનમાં 1000 રૂપિયા લગાવ્યા છે તો તેનું ઇન્વેસ્ટમેન્ટ હવે વધીને 2989.32 કરોડ રૂપિયા થઇ ચૂકી હશે.
અત્યારે પણ ઓલ ટાઇમ હાઇથી આટલી નીચે, એકતાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ ફિઝિકલ એસેટ્સ અને કોમ્યુનિટીઝને ઓન-ચેન બનાવા પર કેન્દ્રિત બ્લોકચેન છે. આ ટોકનનું ટૂંકમાં જ પબ્લિક લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તેને સીડ ફંડિંગ અને પ્રાઇવેટ સેલથી 50 લાખ ડોલરથી વધુની રકમ એકત્રિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લાં એક સપ્તાહ દરમ્યાન હેરાન કરનાર તેજી બાદ પણ હજી આ ટોકન પોતાના જૂના ઓલ ટાઇમ હાઇથી નીચે જ છે. પોતાના ઓલ-ટાઇમ હાઇ પર જવા માટે હજુ તેણે 96 ટકા વધુ ઉપર ઉઠવું પડશે.
બસ આટલી જ છે આ ક્રિપ્ટોની માર્કેટકેપ, જો કે આ ટોકનનો ક્રિપ્ટોમાર્કેટમાં હિસ્સો ખૂબ જ ઓછો છે. અત્યારે તેની માર્કેટકેપ 50 લાખ ડોલરથી ઓછી છે. અત્યારે તેના 12,097,924 ટોકન સપ્લાયમાં છે. પ્રોજેક્ટ ડિટેલ્સના મતે તેના વધુમાં વધુ 420,000,000 ટોકન જ સપ્લાય થઇ શકે છે.