1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર

1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર

Viral News: વર્ષ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષની સાથે દેશમાં ઘણા નિયમ પણ બદલાઇ જશે જે લોકોના જીવનમાં સીધી અસર પડશે. 1 જાન્યુઆરી 2023થી બદલાનારા નિયમોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, ગાડીઓના રજિસ્ટ્રેશન, એમ્સમાં રજિસ્ટ્રેશન, મોબાઇલ ફોનના IMEI સાથે જોડાયેલા ઘણા નિયમ છે.

આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઇ રહી છે કે 1 જાન્યુઆરી 2023 થી 1000 રૂપિયાની નવી નોટ આવી જશે અને આ દિવસથી 2000 રૂપિયાની જૂની નોટ પણ બંધ થઇ જશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે, 1 જાન્યુઆરી 2023 થી 1000 રૂપિયાની નોટ આવી જશે અને 2000 રૂપિયાની નોટ બેંકોમાં પરત ફરશે.

જોકે સરકારે 1000 રૂપિયાની નોટ જાહેર કરવા અને 2000 રૂપિયાની નોટને પરત લેવા સાથે જોડાયેલ કોઇ નોટિફિકેશ જાહેર કરવામાં આવ્યું નથી. PIB Fact Check એ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોની સચ્ચાઇ જાણવા માટે તપાસ કરી.

PIB Fact Check એ પોતાને તપાસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેનો સીધો અર્થ એ થયો છે કે 1 જાન્યુઆરી 2023 થી ના તો 1000 રૂપિયાની નવી નોટ આવી રહી છે અને ના તો 2000 રૂપિયાની નોટ બેંકો પરત લેવામાં આવી રહી છે.

2000 રૂપિયાની નોટ પહેલાંની માફક ચાલુ રહેશે. PIB Fact Check એ લોકોને અપીલ કરી છે. આ પ્રકારે ભ્રામક મેસેજને કોઇપણ વ્યક્તિની સાથે શેર ન કરો અને ના તો સોશિયલ મીડિયા પર કોઇ ગ્રુપમાં ફોરવર્ડ કરો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *