10માં ધોરણની સ્ટુડન્ટના વિજ્ઞાનમાં ઓછા માર્ક આવ્યા, પણ સચ્ચાઈ સામે આવી તો..

10માં ધોરણની સ્ટુડન્ટના વિજ્ઞાનમાં ઓછા માર્ક આવ્યા, પણ સચ્ચાઈ સામે આવી તો..

10 મા ધોરણની પરીક્ષા કોઈપણ વિદ્યાર્થી માટે બહુ ખાસ હોય છે. ત્યારબાદ 11 મા ધોરણમાં તે પોતાના વિષય સાયન્સ, આર્ટ્સ કે કૉમર્સ પસંદ કરે છે. જોકે તે કયો વિષય લેશે તે વાત 10 મા ધોરણના માર્ક્સ પર નિર્ભર કરે છે. પરંતુ શું થાય, જ્યારે તમારું પેપર સારું ગયું હોય,

પરંતુ માર્ક્સ ઓછા આવે. અને તમારે સાયન્સની જગ્યાએ આર્ટ્સ લેવું પડે. આ જાણીને તો કોઈ પણ ઉદાસ થઈ જાય. પરંતુ ફતેહપુરાના નગરદાસ ગામની એક વિદ્યાર્થીનીએ પોતાના આત્મવિશ્વાસથી માધ્યમિક શિક્ષણ બોર્ડની પોલ ખોલી દીધી છે.

મેઘાવીની વિદ્યાર્થીનીને વિજ્ઞાનમાં આવ્યા ઓછા માર્ક્સ
વાસ્તવમાં નગરદાસની બાલાજી સીનિયર સેકન્ડરો શાળામાં કવિતા કુમારી નામની વિદ્યાર્થીનીને દસમાં ધોરણમાં 80.67 ટકા આવ્યા હતા. કવિતા ભણવામાં બહુ હોશિયાર હતી.

તેના બધા જ વિષયોમાં 80 કરતાં વધારે માર્ક્સ હતા. પરંતુ વિજ્ઞાનમાં તેને માંડ 43 માર્ક્સ જ આવ્યા. આ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને વિશ્વાસ હતો કે, તેનું વિજ્ઞાનનું પેપર બહુ સારું ગયું હતું. પરંતુ તેમ છતાં માર્ક્સ ઓછા આવ્યા એ વાત તેના ગળે ઉતરતી જ નહોંતી.

ડબલ કૉપી ચેક થઈ તો માર્ક્સ પણ ડબલ થયા
એક તરફ કવિતાના માર્ક્સ ઓછા આવતાં તેનાં માતા-પિતા અને ટીચર્સ તેને 11 મા ધોરણમાં આર્ટ્સ લેવાનું દબાણ કરવા લાગ્યાં. જ્યારે કવિતા વિજ્ઞાન વિષય લેવા ઈચ્છતી હતી.

એવામાં કવિતાએ પોતાનો આત્મવિશ્વાસ ઓછો ન થવા દીધો અને આરટીઆઈ દ્વારા પોતાનું વિજ્ઞાનનું પેપર અને જવાબવાહી મંગાવી. હવે કવિતાની જવાબવાહી ફરીથી તપાસવામાં આવી તો, કવિતાના વિજ્ઞાનમાં 43ની જગ્યાએ 94 માર્ક્સ થઈ ગયા. તેનાથી તેનું પરિણામ પણ 80.67 ટકાથી 89.16 ટકા થઈ ગયું.

વિદ્યાર્થીનીના આત્મવિશ્વાસે ખોલી બોર્ડની પોલ
કવિતાના આ આત્મવિશ્વાસે રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડની પોલ ખોલી દીધી. તેમની એક ભૂલના કારણે બાળકીનું પરિણામ અને સપનાં બંને ખરાબ થયાં હતાં. જોકે આવું પહેલી વાર નથી થયું કે, રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડની બેદરકારીના કારણે બાળકનું પરિણામ બગડ્યું હોય.

આવા કેસ દર વર્ષે આવે છે. માત્ર રાજસ્થાનમાં જ નહીં, અન્ય રાજ્યોમાં પણ કૉપી ચેક કરવામાં બેદરકારીના કેસ જોવા મળે છે. બોર્ડની આ ભૂલનું પરિણામ બાળકો ભોગવે છે. ઘણીવાર તેઓ ડિપ્રેશનમાં પણ જતાં રહે છે.

કવિતાની ઘટના એક જીવતું-જાગતું ઉદાહરણ છે કે, કેવી રીતે બોર્ડની ભૂલના કારણે બાળકનું ભવિષ્ય ખરાબ થઈ શકે છે. નગરદાસ બાલાજી સીનિયર સેકેન્ડરી સ્કૂલના આચાર્ય દિનેશ પારીકે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે, આરટીઆઈ દ્વારા કવિતાની જવાબવાહી મંગાવ્યા બાદ તેના માર્ક્સ વધ્યા છે. હવે કવિતા આર્ટ્સની જગ્યાએ વિજ્ઞાન વિષય લઈને બહુ ખુશ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *