Surat સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃતક મનીષ સોલંકી હતો ડિપ્રેશનમાં…મળ્યું દવાનુ પ્રિસ્ક્રીપ્શન
Suratમાંથી શનિવારના રોજ હેરાન કરી દેનારી ખબર સામે આવી. મનિષ સોલંકીએ પોતાના પરિવારના 6 સભ્યો સાથે આપઘાત કર્યો. ઘટના બાદ આ મામલે પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે અને હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. SIT તપાસ દરમિયાન સામે આવ્યુ કે મનિષ સોલંકી ડિપ્રેશનમાં હતો, અને આના માટે તેણે મનોચિકિત્સક પાસે સારવાર પણ લીધી હતી.
Suratમાં ત્યારે અરેરાટી મચી ગઇ જ્યારે એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો અને આ પહેલા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી, જે પોલીસે કબ્જે કરી હતી. સુરત પોલીસ દ્વારા જે SITની રચના કરવામાં આવી છે તે દ્વારા અત્યાર સુધીમાં 18 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત મનિષની ડીપ્રેશનની દવાનુ પ્રિસ્ક્રીપ્શન પણ મળી આવ્યુ છે. ત્યારે હવે પોલીસ મનોચિકિત્સક સાથે વાતચીત કરીને પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત મનિષ સોલંકીના આર્થિક વ્યવહારોની પણ તપાસ શરુ કરાઇ છે અને તેના તમામ બેંક ખાતાની વિગતો મંગાવાઈ છે.
આ પણ વાંચો : IPO : રોકાણ માટે શાનદાર તક, 60 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર ખુલશે આ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો IPO
મનિષનો ફોન લોક ખોલવા ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો છે. જો કે, પત્નીના ફોનમાંથી કોઇ વિશેષ માહિતી મળી નથી. મનીષના કારીગરોની પૂછપરછ કરાઈ રહી છે.
more article : Suratના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો…