ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ અને તેમના ભાવી પત્ની મીનાક્ષી દવે ની નવી તસવીરો આવી સામે, રબને બનાદી આ સુંદર જોડી ની તસવીરો જોઈને…
હાલમાં ગુજરાત રાજ્યમાં સમાજ સેવામાં સૌથી પહેલું નામ આવે તો તે ખજૂર ભાઈનું નામ આવે છે. ખજૂર ભાઈ એટલે કે ગુજરાતના સોનુ સુદ સમાન નિતીન જાની. ખરેખર ખજૂર ભાઈએ તમામે તમામ ગુજરાતીના દિલ જીતી લીધા છે ત્યારે સામાન્ય એવી દીકરીનું ખજૂર ભાઈ એ કેવી રીતે દિલ જીતી લીધું અને
આ દીકરી મતલબ કે આ છોકરી મીનાક્ષી દવે જે ખજૂર ભાઈના ભાવી પત્ની છે. ખજૂર ભાઈએ પોતાના સગાઈની તસવીરો પણ શેર કરી હતી ત્યારે ચાહકો ખૂબ જ વધારે ખુશ થઈ ગયા હતા.ખજૂર ભાઈ એક એવી છોકરીને પોતાની જીવનસાથી બનાવી છે જે ખૂબ જ સામાન્ય ઘરમાંથી આવે છે અને લાઈમ લાઈટ થી પણ દૂર હતી.
મિત્ર તમને જાણીને પણ નવાઈ લાગશે કે ખજૂર ભાઈના ભાવી પત્ની મીનાક્ષી દવે સાથેની મુલાકાત એક અંધ માજી ના એક ગામે થઈ હતી અને આ સમયે મીનાક્ષીના સપનામાં પણ નહોતું કે બંને એક દિવસે જીવનસાથી બનશે.ખજૂર ભાઈ ના મમ્મીને મીનાક્ષી દવે ખૂબ જ વધારે પસંદ આવી હતી અને મીનાક્ષીના પિતા પાસે પોતાના દીકરી નું માગુ નાખ્યું
અને દવે પરિવાર પણ રાજી ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો હતો. આખરે બંનેની ખૂબ જ ધામધૂમથી સગાઈ થયેલ અને સગાઈ બાદ બંનેની તસવીરો સામે આવતા બધા લોકો ચોકી ગયા હતા અને આ સગાઈની તસ્વીરો બાદ મીનાક્ષી લાઈમ લાઈટ માં આવી ગયા હતા.મિત્રો આપને જણાવી દઈએ કે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને
આ તસવીર લગભગ ખજૂર ભાઈના ભાઈના લગ્નની છે જ્યાં ખજૂર ભાઈ સિલ્વર શેરવાની માં રાજકુમાર જેવા સુંદર લાગી રહ્યા છે અને મીનાક્ષી દવે પર્પલ કલરની ચોલીમાં હિરોઈન જેવા લાગી રહ્યા છે અને આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તમામ લોકો આ ફોટા ને લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ પણ સુંદર સુંદર કરી રહ્યા છે.