ગુજરાતમાં કોરોનાને લઈને સરકારની નવી ગાઈડલાઈન જાહેર
8 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, 31 જાન્યુ. ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ, હોટલ 75 % અને જીમ 50 % ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.
ગુજરાતમાં કોરોનાને લઈને સરકારની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં 8 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા સવારે 6 વાગ્યા સુધી કરફર્યૂ રહેશે. તથા 31 જાન્યુઆરી સુધી ધોરણ 1થી 9ની શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશ.
ઉલ્લેખનિય છે કે સરકારની નવી ગાઈડલાઈનમાં હોટલ 75 % અને જીમ 50 % ક્ષમતા સાથે ખુલ્લા રહેશે. તથા લગ્નમાં ખુલ્લામાં કાર્યક્રમમાં 400 અને બંધમાં 200 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તથા અંતિમક્રિયામાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. તથા લારી – ગલ્લા રાત્રિના 10 સુધી ખુલ્લા રહેશે. તેમજ ધો. 1 થી 9 ઓફ લાઈન શિક્ષણ બંધ રહેશે. તથા હોટલ રેસ્ટારાં 75 ટકા ક્ષમતાથી ચાલશે.
લગ્નમાં 400 લોકોની છુટ રહેશે. તથા અંતિમ વિધિમાં 100 લોકો હાજર રહી શકશે. તેમજ શાળા કોલેજની પરીક્ષાઓ SOP મુજબ યોજી શકાશે. રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે. છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ છે.