નવસારીના ડો.અંકિત દેસાઈએ લંડન માં વગાડ્યો ડંકો અનેક એવોર્ડ થી થયું સન્માન
ઘણા ભારતીય લોકો વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કરતા હોય છે. ડોક્ટર અંકિત દેસાઈ નવસારીમાં રહે છે. તેમને અત્યાર સુધીમાં 41 જેટલા અલગ અલગ દેશમાં પોતાના દર્દીઓની કાળજી લેવા માટે અધ્યતન ટેકનોલોજી થી સંશોધન કરી ભારત દેશને ગર્વ અપાવ્યું છે.
ડોક્ટર અંકિત દેસાઈ એમની સિદ્ધિઓને બિરદાવવા માટે મોસ્ટ પ્રોમિસિંગ એશિયન યુકે ઈમ્પ્લેટોલોજીસ્ટ એન્ડ ઓફ ધ યર માટે સર્ટિફિકેટથી સન્માન કરવામાં આવ્યું છે.
આ સન્માન વિશેષ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં અનેક મંત્રીઓ લોર્ડ્સ અને પી એમ મેડેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેણે પોતાની સિદ્ધિમાં 20,000 થી વધારે ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કર્યા છે. બેસ્ટ ડેન્ટલ ઈમ્પ્લેટોલોજીસ્ટ નો નેશનલ એવોર્ડ બેંગ્લોર ખાતે તે મેળવી ચૂક્યા છે.
આ સન્માન સાથે જ તેણે માત્ર લંડન માંજ નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓને ગૌરવ અપાવ્યું છે તેથી જ તમામ લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. થોડા દિવસ પહેલા ઇસ મેજિસ્ટિક કિંગ ચાર્જનો રાજ્ય અભિષેક થયો હતો.
ડોક્ટર અંકિત ભારત સરકારની નેશનલ એડવાઈઝરી કમિટી માં વેસ્ટર્ન એજન્સ સ્ટેટસ માં પ્રતિનિધિ તરીકે બે વર્ષથી નિમણૂક પામ્યા છે તેણે તેની પહેલા પણ ખૂબ જ વધારે એવોર્ડ અને સર્ટિફિકેટ મેળવીને સમગ્ર ભારતવાસીઓને ગૌરવ અપાવ્યું છે.