NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..

NAVRATRI : ચૈત્રી નોરતામાં એકવાર ચોક્કસ આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે પૂરી..

NAVRATRI : 9 એપ્રિલથી ચૈત્રી નોરતા શરૂ થઈ ગયા છે. ભક્તોમાં આસ્થાનો સેલાબ ઉમટી પડ્યો છે. ભક્તો મા દુર્ગાના દર્શન કરવા માટે અલગ અલગ મંદિરોમાં પહોંચી રહ્યા છે. માતા દુર્ગાના એવા પ્રચલિત મંદિરો વિશે ખાસ જાણો જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

માતા દુર્ગાનું પ્રસિદ્ધ મંદિર

NAVRATRI : ચૈત્રી નોરતાની શરૂઆત 9 એપ્રિલના રોજ મંગળવારથી થઈ ગઈ છે. ભક્તોએ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને પોતાના ઘરમાં સ્થાપિત કર્યા છે. આ દરમિયાન ભક્તો શહેરના અલગ અલગ મંદિરોમાં માતા દુર્ગાના દર્શન કરવા માટે પહોંચે છે. આ કડીમાં જાણો કેટલાક પ્રસિદ્ધ મંદિરો વિશે…

જમ્મુનું વૈષ્ણો દેવી મંદિર

NAVRATRI : વૈષ્ણોદેવીનું મંદિર જમ્મુ રાજ્યથી 61 કિમી દૂર આવેલા ત્રિકુટ પર્વત પર છે. અહીં ત્રેતા યુગથી જ આદિશક્તિ સ્વરૂપ મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી પિંડી સ્વરૂપમાં ગુફાની અંદર બિરાજમાન છે. અહીં ભક્તોએ 14 કિમીની ચડાઈ કરીને ગુફામાં દર્શન કરવા માટે પહોંચવાનું હોય છે. નવરાત્રી દરમિયાન જો ભક્તો અહીં આવે તો તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે.

NAVRATRI
NAVRATRI

કર્ણાટકનું ચામુંડેશ્વરી મંદિર

 કર્ણાટકના ચામુંડેશ્વરી મંદિરમાં બિરાજમાન ચામુંડેશ્વરી દેવીએ મહિષાસુર રાક્ષસનો વધ આ મંદિરમાં કર્યો હતો. આ મંદિર પહાડીની ટોચ પર આવેલું છે. એવી માન્યતા છે કે અહીં ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિ પર નવ દિવસ સુધી અહીં માતાના દર્શન માટે ભક્તો પહોંચે છે.

આ પણ વાંચો : Vastu Shastra : દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે..

કોલકાતાનું કાલીઘાટ મંદિર

માતા સતીના શરીરના 51 ભાગ ધરતી લોક પર પડ્યા તા ત્યારે તેમાંથી એક  ભાગ તેમનો કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પડ્યો હતો. અહીં  ભક્તો દ્વારા આજે પણ શક્તિપીઠની પૂજા અર્ચના કરાય છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં માતા સતીના પગનો અંગૂઠો પડ્યો હતો.

NAVRATRI
NAVRATRI

ગુવાહાટીનું કામાખ્યા મંદિર

 51 શક્તિપીઠોમાંથી એક કામાખ્યા મંદિર પણ છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં માતા સતીની યોની પડી હતી. ત્યારબાદ અહીં દેવી રૂપની સ્થાપના થઈ. અત્રે જણાવવાનું કે યોનીથી જ દુનિયાનું નિર્માણ થયું છે આથી અહીં તેની પૂજા કરવામાં આવે છે. દર્શનથી માતા કામાખ્યા ભક્તોની ઈચ્છા પૂરી કરે છે.

આ પણ વાંચો : Health Tips : વિશ્વમાં સૌથી વધુ અનહેલ્ધી ફૂડ કયાં છે? નામ જાણીને દંગ રહી જશો, એકનો તો તમે પણ કરતા હશો ઉપયોગ..

હિમાચલનું જ્વાલા મંદિર

આ મંદિર પણ 51 શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીની જીભ પડી હતી. ત્યારથી અહીં માતા ભગવતીના નવજ્યોતિ સ્વરૂપના દર્શન કરવામાં આવે છે. જે મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી, હિંગળાજ ભવાની, વિંધ્યવાસિની, અન્નપૂર્ણા, ચંડી દેવી, અંજના દેવી અને અંબિકા દેવી માટે જાણીતા છે.

NAVRATRI
NAVRATRI

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *