ગુજરાતના આ ખેડૂત પુત્રએ દિવસ-રાત જોયા વગર અથાગ મહેનત કરી DYSP બની આખા જિલ્લાનું ગૌરવ વધાર્યું તો ખેડૂત પિતાની આંખોમાં દીકરાની સફળતા જોઈ આંસુ આવી ગયા.
નાનકડા ગામના યુવાન નવીન આહિરે માલવે પોતાની મહેનતથી હાલમાં મોટી સિદ્ધિ મેળવી છે, છેલ્લા ચાર વર્ષમાં નવીન આહીર નામના યુવકે સરકારી ભરતીમાં ચાર વર્ગ ત્રણ ક્લાર્ક, રેવન્યુ તલાટીમાંથી GPSCની પરીક્ષા આપી હતી. તેઓએ હાલમાં DYSPની પરીક્ષા પાસ કરી, નવીને વર્ષ ૨૦૧૭ માં સરકારી પરીક્ષામાં બેસવાની તૈયારી ચાલુ કરી હતી.
નવીનના પરિવારની જો વાત કરવામાં આવે તો તેમના પિતા ખેડૂત છે અને તેઓ મૂળ સાંતલપુર તાલુકાના નાના એવા ગામથી આવે છે. તેમના પિતા પંજાબભાઈ આહીર ખેતી સાથે સંકળાયેલા છે જેમાં એક ખાસ વાત તો એ છે કે તેઓએ કોઈ પણ પ્રકારનું કોચિંગ નથી કરેલું અને વગર કોંચીંગે તેઓએ આ પરીક્ષા પાસ કરી છે. વર્ષ ૨૦૧૭ માં તેમનું એવું સપન હતું કે તેઓ સરકારી ક્લાસ વન ઓફિસર બનશે.
તેઓએ BE મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને સરકારી ભરતીની તૈયારીઓ ચાલુ કરી હતી. તેમને ક્લાસ વન બનવાનું જ પહેલાથી સપનું હતું અને તેઓએ વર્ષ ૨૦૧૭ માં રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ ૩ ની પરીક્ષા ખાલી એકજ વર્ષમાં પાસ કરી દીધી હતી. ત્યારબાદ સચિવાલયમાં મદદનીશ નોકરી સાથે તૈયારી ચાલુ રાખી હતી.
તેઓ રોજે રોજ ૭ કલાક સુધી અભ્યાસ કરતા હતા અને વર્ષ ૨૦૨૦ માં GST નિરીક્ષકની પરીક્ષા પાસ કરી લીધી અને તેઓએ આગળ GPSC પરીક્ષા T.D.O અને PI પરીક્ષા આપી અને બીજા પ્રયાસે આ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. ૨ વાર પરીક્ષા નાપાસ કર્યા પછી પણ તેઓ તેમના લક્ષ્યને વળગી રહ્યા હતા અને આગળ વધ્યા આમ તેઓએ મોટી સિદ્ધિ મેળવી હતી.