દિકરી મારી લાડકવાયી! આ વ્યક્તિએ ખરીદેલા નવા ટ્રક પર પોતાની દીકરીના કંકુપગલાં પડાવ્યાં પડાવ્યા – જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો…
સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
પહેલાના જમાનામાં દીકરીઓને દીકરા જેટલું સન્માન આપવામાં આવતો ન હતો. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે. હવે દીકરાઓ કરતાં પણ દીકરીઓને વધુ સન્માન મળી રહ્યું છે. દીકરીએ આપણા ઘરની લક્ષ્મી કહેવાય છે. જો તમે દીકરીઓને પરાયું ધન માનતા હોય તો તે ભૂલી જજો.
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો. વિડીયો જોઇને તમને પણ ખબર પડશે કે લોકો દીકરીઓને કેટલું સન્માન આપી રહ્યા છે. અને પોતાની દીકરીઓને કેટલી શુભ માની રહ્યા છે.
હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પિતા પોતાની દીકરીને કંકુથી ભરેલી થાળીમાં ઉભી રાખે છે. ત્યારબાદ પિતા પોતાની દીકરીને ખોળામાં ઊંચકી લે છે. દીકરીના પગલા શુભ માનીને પિતા પોતાના નવા ખરીદેલા ટ્રકો પર દીકરીના કંકુપગલા કરાવે છે.
Betiya are blessings pic.twitter.com/m9VMpjVDEt
— ट्विटर पर उपस्थित 🙄 (@aapki_harsha) April 7, 2022
આ વ્યક્તિએ બે નવા ટ્રક ખરીદ્યા હોય છે. લોક ખરીદે છે ત્યારે દીકરી ના પગલા શુભ માનીને પિતા પોતાની દીકરીના કંકુપગલા ટ્રક પર કરાવે છે. આ દ્રશ્ય જોઈને બાળકીની માતા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. પોતાની દીકરી પ્રત્યે અમૂલ્ય પ્રેમ જોઈ ને લોકો ભાવુક થઈ ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ વિડીયો ટ્વિટરમાં 7 એપ્રિલના રોજ @aapki_harsha નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 60 હજારથી પણ વધારે લોકોએ વિડિયો ને પસંદ કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ વિડીયો લોકોને હૃદયને સ્પર્શી ગયો છે.