સૂકા તુરિયાને હજારો રૂપિયામાં ખરીદી રહ્યા છે વિદેશી લોકો…જાણો તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે…

સૂકા તુરિયાને હજારો રૂપિયામાં ખરીદી રહ્યા છે વિદેશી લોકો…જાણો તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે…

આજકાલ બજારમાં ઘણા પ્રકારનાં પ્રાકૃતિક લૂફા ઉપલબ્ધ છે અને આ બધા ઝાડ-છોડમાંથી જ બને છે. જેમ કે, તમે તૂરિયા કે ખસખસના ફાઈબરમાંથી બનેલ ઈકો-ફ્રેન્ડલી લૂફા ખરીદી શકો છો. જોકે, લોકો વચ્ચે તૂરિયાના લૂફાનું પ્રચલન વધારે છે. ઘણા લોકોને આ જાણીને આશ્ચર્ય પણ થાય છે કે, શાક કે જ્યૂસ માટે ઉપયોગમાં લેવાતા પોષણયુક્ત તુરિયાનો નહાવા માટે લૂફા અને વાસણ ધોવા માટે સ્ક્રબ તરીકે ઉપયોગ થઈ શકે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, ઑસ્ટ્રેલિયાની અમેઝૉન વેબસાઈટ પર તુરિયાના લૂફાની કિંમત હજારોમાં છે.

કેનેડાની એક કંપનીના આ પ્રાકૃતિક લૂફા ની કિંમત 21.68 ડૉલર એટલે કે, લગભગ 1613 રૂપિયા છે.

જેટલો જૂનો છે તૂરિયાનો ઈતિહાસ, એટલો જ જૂનો છે પ્રાકૃતિક લૂફા નો ઈતિહાસ…….

ભારતીયો માટે પ્રાકૃતિક લૂફા એટલું જ પ્રચલિત છે છે, જેટલું તૂરિયું છે, વાત જો જીવ વિજ્ઞાનની ભાષામાં કરવામાં આવે તો, તૂરિયું ખીરા કાકડીની પ્રજાતિનું જ છે અને તેના જીન્સને ‘લૂફા’ કહેવામાં આવે છે. અહીંથી જ ‘લૂફા’ શબ્દ આવ્યો છે. તૂરિયું ક્યારે-કેવી રીતે માનવ જીવનનો ભાગ બન્યું, એ ભાગ્યે જ કોઈને ખબર હોય. પરંતુ ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, હજારો વર્ષો પહેલાં, તેની ઉત્પત્તિ એશિયા કે આફ્રિકામાં થઈ હતી. પરંતુ તેની ખેતી ભારતથી શરૂ થઈ. પછી ધીરે-ધીરે યૂરોપનાં લોકો સુધી પહોંચ્યાં.

સેંકડો વર્ષો પહેલાંથી જ તૂરિયાંનો ઉપયોગ જ્યૂસ અને શાકભાજીની સાથે-સાથે સાફ-સફાઈના કામ માટે પણ કરવામાં આવે છે. જ્યાં સુધી તૂરિયાં લીલાં અને કાચાં રહે છે, ત્યાં સુધી તેનો ઉપયોગ ખાધ્ય પદાર્થ તરીકે કરવામાં આવે છે. તૂરિયું સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારબાદ તેની છાલને ઉતારી બીજ કાઢી લેવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ નહાવા માટે લૂફા અને વાસણ સાફ કરવા માટે સ્ક્રબ માટે કરવામાં આવે છે. દુનિયાભરમાં તેનો ઉપયોગ અલગ-અલગ કામોમાં કરવામાં આવે છે – જેમ કે ઔષધિય ગુણો માટે, ગાદલાંમાં ભરવા માટે, સૈનિકોના હેલમેટમાં પેડિંગ માટે, પેન્ટિંગ માટે, જ્વેલરી બનાવવા, સજાવટ માટે અને પાણી ફિલ્ટર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કહેવાય છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ પ્રાકૃતિક લૂફા નો ડીઝલ એન્જિન ઑઈલ ફિલ્ટર્સ અને સ્ટીમ એન્જિન ફિલ્ટર્સ માટે બહુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય, સૌંદર્ય માટે પણ પહેલાંના સમયમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. આ લૂફા નહાતી વખતે શરીર પર સ્ક્રબનું કામ કરે છે, જેનાથી મૃત કોશિકાઓ દૂર થાય છે. સાથે-સાથે અન્ય લૂફાની સરખામણીમાં, આ વધારે મુલાયમ અને સુરક્ષિત રાખે છે અને તેનાથી તમારી ત્વચા વધારે સ્વસ્થ પણ રહે છે. એટલે ધીરે-ધીરે તુરિયા બાદ તેનું લૂફા પણ માર્કેટમાં પહોંચી ગયું.

તમારા ઘરે પણ વાવી શકો છો પ્રાકૃતિક લૂફા: પરંતુ જે લૂફાને અમેઝૉન પર સેંકડો અને હજારો રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે, તેને વર્ષોથી ઘણા ભારતીયો પોતાના ઘરમાં ઉગાડી રહ્યા છે. ખાસ કરીને આજે પણ લોકો ગામડાંમાં છાણાંના ઢગલા, ઝૂંપડી વગેરે પર તૂરિયાના વેલા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી લોકોમાં પણ લોકોને ઘરે શાકભાજી વાવવાનો શોખ વધ્યો છે. આ અર્બન ગાર્ડનર્સ તૂરિયાનો ઉપયોગ શાકભાજી માટે તો કરે જ છે, સાથે-સાથે તેમાંથી પ્રાકૃતિક લૂફા પણ બનાવે છે. ગુરૂગ્રામમાં રહેતી, રૂચિકા પોતાના ઘરના ધાબામાં જ પ્રાકૃતિક લૂફા વાવી લે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “મારા ગાર્ડનમાંથી મને શાકભાજીની સાથે-સાથે બીજ પણ મળે છે અને કેટલીક અનો્ખી-પ્રાકૃતિક વસ્તુઓ પણ. જેમ કે, જો તૂરિયાને તોડવાની જગ્યાએ વેલ પર જ સૂકાવા દેવામાં આવે તો તેમાંથી તમને આગામી સિઝન માટે બીજ તો મળશે જ, સાથે સાથે પ્રાકૃતિક લૂફા પણ મળશે.”

તૂરિયું પૂરેપૂરું સૂકાઈ જાય ત્યારબાદ તેને તોડી લો અને બંને બાજુથી થોડું-થોડું કાપીને બીજ કાઢી લો. ત્યારબાદ તેને પાણીમાં પલાળો અને થોડું નરમ પડી જાય ત્યારબાદ તેના પરથી સરળતાથી છાલ ઉતારી શકાય છે. અને પછી તેમાંથી તમને જે મળશે તેનો ઉપયોગ તમે નેચરલ લુફા તરીકે કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે, આનો ઉપયોગ કર્યા બાદ રોજ સારી રીતે ધોઈ લીધા બાદ સૂકવવું પણ, જેથી તેમાં ફુગ ન વળે અને લાંબા સમય સુધી ચાલી શકે. તેમનું કહેવું છે કે, તૂરિયાનો લૂફા તરીકે પ્રયોગ નવો નથી ઘણા લોકોએ તેમની દાદી-નાનીને પણ તેનો ઉપયોગ કરતા જોયા હશે. ભારતમાં ઘણી જગ્યાઓએ સ્થાનિક બજારમાં પણ આ પ્રાકૃતિક લૂફા મળી જશે. પરંતુ આ બજારોમાં આ પ્રાકૃતિક લૂફાની કિંમત છ-સાત રૂપિયા હોય છે.

પ્રાકૃતિક લૂફા જ નહીં, પરંતુ એવી ઘણી વસ્તુઓ છે, જે સેંકડો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે અને હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં પણ ગ્રાહકો વચ્ચે લોકપ્રિય બની રહી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *