નૌગામા ગામે આજે પણ રોકડીયા હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે, દાદાના દર્શન માત્રથી જ ભક્તોની મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતમાં ઘણા બધા નાના મોટા પવિત્ર મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવા માટે આવતા હોય છે, દરેક મંદિરમાં આજે પણ હાજરા હજુર દેવી દેવતાઓ બિરાજમાન છે. આજે આપણે એક તેવા જ પવિત્ર સ્થાનક વિષે વાત કરીશું, આ જગ્યા પર હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે.
આ મંદિરમાં રોકડીયા હનુમાન દાદા આજે પણ સાક્ષાત બિરાજમાન છે, તેથી દાદાના દર્શન માત્રથી જ ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરે છે. અંકલેશ્વર નર્મદા નદી કિનારે અનેક ઋષિમુનિઓએ તપ કર્યું હતું તેથી અહીંયા ઘણા એવા ચમત્કારિક સ્થળો આવેલા છે. અંકલેશ્વરની પાસે નૌગા ગામની નજીકમાં રોકડિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે.
અહીંયા નાગના વસવાટને લઇને નાગાતીર્થ નામ પડ્યું હતું, નૌગામ રોકડીયા હનુમાનજી શંકરના પરમ ભક્ત હતા. આ જગ્યા પર ભગવાન શિવના પરમ ભક્ત ઢુંઢુંમ્બર નાગ મંદિર પાસે તપ કરતા હતા, અહીંયા એક સમયે વિષધરના નાશ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તો તેમનો તપ અધવચ્ચે કોઈ કારણથી રોકાઈ ના જાય તે માટે રૂદ્ર અવતાર એવા ભગવાન હનુમાનજીને અહીં મોકલ્યા હતા.
તે પછી હનુમાન દાદા ઢુંઢુંમ્બર નાગ સાથે અહીં બિરાજમાન થયા હતા. તેથી હનુમાન જયંતીના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે,
દર્શન કરીને ઘણા ભક્તો તેમના જીવનમાં સુખ શાંતિનો પણ અનુભવ કરતા હોય છે. આ મંદિરમાં જે ભક્તો રડતા મોઢે આવે છે તે દરેક ભક્તો દાદાના આશીર્વાદથી હસતા મોઢે ઘરે જાય છે.