Narmada : મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો: કહ્યું દરબારને ત્યાં અમે ધર્મના બહેન બનાવ્યા હતા..

Narmada : મુસ્લિમ પરિવારે ભર્યું રાજપૂતની દીકરીનું મામેરું, સર્જાયા ભાવુક દ્રશ્યો: કહ્યું દરબારને ત્યાં અમે ધર્મના બહેન બનાવ્યા હતા..

Narmada : નર્મદા જિલ્લાના તિલકવાડાના બૂંજેઠા ગામમાં રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે મામેરૂ ભર્યુ હતુ’

Narmada : નર્મદા જિલ્લાના તિલકવાડાના બૂંજેઠા ગામમાં કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. રાજપૂત સમાજની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે મામેરૂ ભર્યુ હતુ. બૂંજેઠા ગામમાં રાજપૂત સમાજના પરિવારો વચ્ચે એકમાત્ર મુસ્લિમ પરિવાર વર્ષોથી રહે છે. વાઘેલા પરિવારની દીકરી અંજલીબા વાઘેલાને મન્સૂરી પરિવારે પોતાની દીકરી માની ઉછેરીને મોટી કરી હતી.

મન્સૂરી પરિવારે વાઘેલાની દીકરીને મામેરૂ ભર્યુ.

અહેમદભાઈ અને હસનભાઈએ જયેન્દ્રસિંહ કિશોરસિંહ વાઘેલાની દીકરી અંજલિબાના લગ્નમાં હિંદુ રીતિ રિવાજથી મામેરૂ ભર્યુ હતુ. ફ્રિઝ, ટીવી કપડાં, રોકડ અને ઘરવખરીની સામગ્રી મન્સૂરી પરિવારે મામેરામાં આપી હતી. મુસ્લિમ પરિવારે રાજપૂતની દીકરીને મામેરૂ ભરતાં બૂંજેઠા ગામમાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. મામેરૂ ભરતા સમયે બંને પરિવારો ભાવુક થયા હતા.

Narmada
Narmada

 

આ પણ વાંચો : Mahashivratri : આ વખતે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ એક વ્રત કરવાથી મળશે બમણું પુણ્ય,કરો આ ઉપાય…

‘ભાણી બાના લગ્ન હોવાથી અમે મામેરૂ લઈને આવ્યા’

મુસ્લિમ પરિવારે જણાવ્યું કે, અમારે ધર્મની બેન બનાવ્યા હતા. જેમને ત્યાં પ્રસંગ હોવાથી એટલે કે, ભાણી બાના લગ્ન હોવાથી અમે મામેરૂ લઈને આવ્યા છીએ. રીત રિવાજ પ્રમાણે ઘર વખરીનો સામાન તેમજ રોકડ સહિત અમે મામારામાં આપ્યા છે. તેમણે કહ્યું કે, અમારૂ ગામ દરબારોનું ગામ છે જેમાં અમારો એક ઘર મુસ્લિમોનો છે અને તમામ હળમળીને રહીએ છીએ.

Narmada
Narmada

more article :  Ananta-Radhika : અંબાણી પરિવારમાં અનંત-રાધિકાના શાહી પ્રિ-વેડિંગની કેવી છે તૈયારી? 3 નાઈટ માટે ખાસ થીમ, ગ્રાન્ડ ફંક્શનની તમામ વિગત..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *