Nadiad : કોઈ ભૂખ્યુ ન સુવે તેનો ખ્યાલ રાખતી ગુજરાતની આ સંસ્થા, સેવાના 3 કામ જોઈ આંતરડી ઠરશે…

Nadiad : કોઈ ભૂખ્યુ ન સુવે તેનો ખ્યાલ રાખતી ગુજરાતની આ સંસ્થા, સેવાના 3 કામ જોઈ આંતરડી ઠરશે…

Nadiad : સમાજ, પરિવારથી તરછોડાયેલા વૃદ્ધોની સેવા કરતું નડિયાદનું જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ. જે છેલ્લા 10 વર્ષથી સેવા કરતું જય માનવ સેવા પરિવાર. લોકોની નિરંતર સેવા કરી વટવૃક્ષ બનીને રહ્યું છે. નડિયાદમાં કોઈ ભૂખ્યું ન સુવે એનું ધ્યાન રાખતી સંસ્થા રોજનાં 2000 વ્યક્તિને નિઃશુલ્ક ભોજન કરાવી તેમજ ઘર સુધી પહોંચાડી ભુખ્યાની આંતરડી ઠારે છે.

Nadiad માં માનવ સેવાની અલખ જગાડી ભુખ્યાને ભોજન, સમાજ પરિવારથી તરછોડાયેલ વૃધ્ધોને મેડિકલ અને રહેવા સહિતની સુવિધાઓ આપતી સંસ્થા એટલે માનવ સેવા પરિવાર ટ્રસ્ટ. જેના સંસ્થાપક દ્વારા અનેક લોકોને સેવા આપવામાં આવે છે. નડીઆદની આ સંસ્થા દ્વારા ‘દીકરાનું ઘર’ ઓલ્ડએજ હોમ ચલાવવામાં આવે છે. જેમાં હાલ 100થી વધુ વૃધ્ધો પોતાના નવા પરિવાર સાથે હસી ખુશીથી જીવન વીતાવી રહ્યા છે. તો આજે સેવાની સરવાણીમાં જોઈશુ નડીયાદની માનવ સેવા પરિવારની સેવા અને ‘દીકરાનુ ઘર’

સમાજ,પરિવારથી તરછોડાયેલા વૃદ્ધોની સેવા

Nadiad : જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદમાં.. ભુખ્યાને ભોજન અને સમાજ,પરિવારથી તરછોડાયેલ વૃધ્ધોની સેવા કરી, સેવાની સુવાસ ફેલાવે છે. 25 /9/ 2014થી જરુરિયાતમંદોની સેવા કરતા કરતા 10 વર્ષનુ જય માનવ સેવા પરિવાર આજે વટવૃક્ષ બનીને લોકોની નિરંતર સેવા કરી રહ્યુ છે. નડિયાદમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ના સુવે એનું ખાસ ધ્યાન રાખતી આ સંસ્થા રોજના 2000 વ્યક્તિને નિશુલ્ક ભોજન તેમના ઘર સુધી પહોંચાડી ભુખ્યાની આંતડી ઠારે છે. 2000 ભૂખ્યાને ભોજનની સાથે સાથે નડીયાદ સિવિલ હોસ્પિટલ અને શહેરની મોટી હોસ્પિટલોમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે પણ બે સમયનું ભોજન આપી જય માનવ સેવા પરિવાર ખરેખર પોતાના નામને પુરવાર કરે છે.

10 વર્ષથી સેવા કરતું જય માનવ સેવા પરિવાર

Nadiad : આજની નવી પેઢી, કોઈ સ્વજનના મૃત્યુ બાદ થતી વિધી માટે શુ કરવુ અને શુ લાવવુ તેનાથી અજાણ હોય છે.. ત્યારે જય માનવ સેવા પરિવાર, મૃતકો માટે અંતિમ કીટ અને અંતિમ યાત્રા રથ પ્રદાન કરી કોઈપણ સ્થળે ના થતી હોય તેવી ઉત્તમ સેવાનુ કામ કરે છે. 100 થી વધુ વૃધ્ધોની જીવનસંધ્યાનું નવું સરનામું બનેલુ “દીકરાનું ઘર” થકી જય માનવ સેવા પરિવારે વૃદ્ધોની અંધકારમય બનેલી જીંદગીમાં નવો ઉજાસ પાથર્યો છે.

આ પણ વાંચો : Vadodara : સેવાનું બીજું નામ એટલે વડોદરાની ‘અનાથ’ શ્વેતા શાહ, સ્વામાન અને દરિયાદિલી એવી કે ભલભલાની આંતરડી ઠરે

સમાજમાં શહેરીકરણ સાથે પશ્ચિમી અનુકરણના કારણે સંયુક્ત પરિવારની પરંપરા તૂટી રહી છે, ત્યારે વડીલો પ્રત્યે ની જવાબદારી ભૂલી સંતાનો તરફથી તરછોડાયેલા માતાપિતા માટે માંબાપનુ ખરુ ઘર જય માનવ સેવા પરિવારનુ “દિકરાનુ ઘર” જ છે. પરિવાર માટે પોતાની ખુશી અને સપના છોડી પેટે પાટા બાંધી બાળકો માટે બધુ જ કુરબાન કરનાર માં બાપની વૃદ્ધાવસ્થાની વ્યથા જય માનવ સેવા પરિવારનુ “દિકરાનુ ઘર” જ સમજી શકે છે.

લોકોની નિરંતર સેવા કરી વટવૃક્ષ બનીને રહ્યું છે

Nadiad : “દીકરાનું ઘર”ના સંકુલમાં આશ્રિત વૃદ્ધોને રોજ યોગ અને કસરત કરાવી જય માનવ સેવા પરિવાર તેમના સ્વાસ્થ્યની પૂરેપૂરી દરકાર રાખે છે. “દીકરા નુ ઘર”માં રહેતા દરેક વ્યક્તિની આંસુઓથી ભરેલી અલગ અલગ કહાની છે ત્યારે જય માનવ સેવા પરિવાર મનોરંજન, યાત્રાપ્રવાસના આયોજન કરી તેમના દુખદર્દ દૂર રાખવા સતત પ્રયત્નશીલ રહે છે. જે લોકો જીવનસંધ્યાએ પહોંચી ગયા છે તેવા જ લોકોની સેવા કરી જય માનવ સેવા પરિવાર અટકતુ નથી. જેમના જીવનનો લાંબો પથ તેમને મંઝિલ સુધી પહોંચાડવા આતૂર છે એવા માબાપ વિહોણા દીકરા દીકરીના લગ્ન કરીને જયમાનવ સેવા પરિવાર નવયુગલને નવી રાહ ચીંધી સમાજમાં ઉત્તમ કાર્યનુ ઉદાહરણ પૂરૂ પાડે છે.

નડિયાદમાં કોઈ ભૂખ્યુ ન સુવે એનું ધ્યાન રાખતી સંસ્થા

Nadiad : વૃદ્ધત્વ અને બીમારીને ચોલી દામનનો સાથ હોય છે ત્યારે “દીકરાનુ ઘર”માં રહેતા દરેક આશ્રિતોને સારી સારવાર આપી તેમના સ્વાસ્થ્યનુ પૂરતૂ ધ્યાન જય માનવ સેવા પરિવાર રાખે છે. જે લોકોના સ્વજન સ્વર્ગલોક પામી ગયા છે તે તેમના સ્વજનના શ્રાદ્ધમાં દર વર્ષે અહિં રહેતા વૃદ્ધોને જમાડી તેમના આશીર્વાદ લઈ પોતાના સ્વજન સાથે હોવાનો અહેસાસ કરે છે. પતિના મૃત્યુ બાદ એકલતા અને તેમાંય દીકરો સાથે ના લઈ જતા દીકરીના ઘરે ના રહેવાય તેવુ સ્વમાન રાખતા બા ને “દીકરાનુ ઘર” એવુ ફાવી ગયુ છે કે તે બધા દુખ દર્દ ભુલી પોતાની બાકી રહેલી જીંદગી અહિં જ વિતાવવા માંગે છે.

મૃતકો માટે અંતિમ કીટ,અંતિમ યાત્રા રથ કરે છે પ્રદાન

Nadiad : “દીકરાનુ ઘર”માં ભોજન પર પુરતુ ધ્યાન રાખવામાં આવે છે રોજ નવી નવી પૌષ્ટીક વાનગીઓ જમતા વડીલોને ભૂતકાળના પોતાના ઘરને ભૂલાવી અહિં નવુ જીવન મેળવી ખુશ રાખવામાં જય માનવ સેવા પરિવાર સફળ રહ્યુ છે. એવુ નથી કે અહિં પોતાનાએ કે સમાજે તરછોડેલા લોકોને જ આશરો મળે છે, આર્થિક હાલત સારી હોય પણ સ્વાસ્થ્યને લગતી તકલીફમાં ઘરે કોઈ મદદ કરી શકે એમ ના હોય તેવા જરૂરીયાતમંદ લોકોના પડખે પણ જય માનવ સેવા પરિવાર ખડે પગે રહે છે.

યોગ,કસરત થકી સ્વાસ્થ્યની રખાય છે સંપૂર્ણ દરકાર

Nadiad : ઘરના દરેક સભ્યના અકાળે સાથ છોડી દેવાથી જેમના માથે એકલતાના દુખનો ડુંગર તૂટી પડ્યો હોય છતાં, પોતાની સાથે કોઈ જ અન્યાય થયાની ફરિયાદ વિના જય માનવ સેવા પરિવારમાં રહેતા સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ એડવોકેટ પણ “દીકરા નુ ઘર”ની સેવાથી ખૂબ જ સંતુષ્ઠ છે. કોઈનો સાથ પરિવારે છોડી દીધો છે, તો કોઈને સંતાનોએ તરછોડી દીધા છે, તો કોઈને કુદરતી થપાટ વાગી છે, દરેક પોતાના જીવનની કરુણ કથની લઈ જય માનવ સેવા પરિવારના “દીકરા નુ ઘર” સુધી પહોંચી ગયા છે, જોકે પોતાના પરિવાર ના દુઃખને ભૂલી અહીં નવા પરિવાર અને નવા મિત્રો સાથે નવી જિંદગીની શરૂઆત કરી ખુશી થી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે ત્યારે જનસેવા એજ પ્રભુસેવાને ચરિતાર્થ કરતા જય માનવ સેવા પરિવારને વીટીવી નમન કરે છે.

more article : Ma Ambaji : ગુજરાતમાં આવેલો છે હિમાલયનો પ્રપિતામહ, જ્યાં સર્વનાશ અટકાવવા સતી થયેલા ટુકડાનું ઉદર પડ્યું હતું

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *