Nadiaad : ટેન્કર ટર્ન લેતી વખતે પલટી જઇ રિક્ષા પર પડતા 2 વ્યક્તિનાં મોત
– મહુધાના હેરજ પોલીસ ચોકી નજીક
– 4 મુસાફરો ઈજાગ્રસ્ત : મહિલાનું ઘટના સ્થળે જ્યારે સગીરને હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું
મહુધા તાલુકાના હેરજ ગામના મિનાજ બાનુ મજીદમિયા મલેક અને પરિવારજનો ગઈકાલે સવારે ઉમરેઠ લગ્ન પ્રસંગની ખરીદી કરવા ગયા હતા. તેઓ સાંજે ખરીદી કરી રિક્ષામાં પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સાડા સાત વાગ્યાના સુમારે હેરજ પોલીસ ચોકી નજીક ટેન્કર ટર્ન લેવા જતા પલટી ખાઈને રિક્ષા પર પડી હતી.
આ અકસ્માત સર્જાતા રિક્ષામાં બેઠેલા ૬ જણાંને ઇજા થઈ હતી જે પૈકી સકીના બીબી મજીદમિયા મલેક (ઉંમર ૬૦) નું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મુનતસીરમિયાં મલેક (ઉંમર વર્ષ ૧૭)ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા,ત્યારે તેનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મિનાજ બાનુ મજીદ મિયાં મલેકની ફરિયાદ આધારે મહુધા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
more article : SHARE MARKET : ચૂંટણી પછી આ સ્ટોક તમને ધનવાન બનાવશે ! કિંમત ₹1600ને પાર કરશે, ખરીદી માટે ધસારો છે