Mutual Fund : મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે આ વર્ષ ચાંદી જ ચાંદી! સંપત્તિ સર્જનમાં થયો 35 ટકાનો જોરદાર વધારો.

Mutual Fund : મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે આ વર્ષ ચાંદી જ ચાંદી! સંપત્તિ સર્જનમાં થયો 35 ટકાનો જોરદાર વધારો.

Mutual Fund : શેરબજારમાં તેજી અને રોકાણકારોના બદલાઈ રહેલા રુઝાન વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝ માટે ગત નાણાકીય વર્ષ શાનદાર સાબિત થયું છે. આંકડાકીય માહિતી દર્શાવે છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એસેટ અંડર મેનેજમેન્ટમાં 35 ટકાનો વધારો થયો છે, જે ગત કેટલાક વર્ષોમાં સૌથી વધારે છે.

Mutual Fund
Mutual Fund

વર્ષ 2021 બાદ સૌથી સારું વર્ષ

Mutual Fund : એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા (AMFI)ની આંકડાકીય માહિતી પ્રમામણે 31મી માર્ચ 2024ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24માં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝની AUMમાં 35 ટકા વધારો થયો છે. તે નાણાકીય વર્ષ 2020-21 બાદ કોઈ એક વર્ષ દરમિયાન સંચાલન હેઠળની સંપત્તિમાં આવેલી મોટી તેજી છે. નાણાકીય વર્ષ 2020-21માં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝએ AUMમાં 41 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.

આ પણ વાંચો : Mutual fund : આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો..

આ 3 કેટેગરીમાં સૌથી વધારે યોગદાન

Mutual Fund : આંકડાકીય માહિતી પ્રમાણે ગત નાણાકીય વર્ષ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝએ શાનદાર ગ્રોથમાં મહત્વનું યોગદાન ઈન્ડિવિજ્યુઅલ ઈન્વેક્ટર્સનું રહ્યું છે. આ ઈન્વેસ્ટર્સે ઈક્વિટી, હાઈબ્રિડ અને સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ ત્રણમાં સૌથી વધારે યોગદાન આપ્યું છે.

માર્ચ,2020 સુધીની આંકડાકીય માહિતી પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝના કુલ AUMમાં આ ત્રણ કેટેગરીનું યોગદાન આશરે 58 ટકા રહ્યું છે, જ્યારે કુલ ફોલિયોમાં તેની હિસ્સેદારી 80 ટકા રહી છે.

Mutual Fund
Mutual Fund

Mutual Fund : આ ત્રણ કેટેગરીમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સારી વૃદ્ધિ રહી છે. માર્ચ 2019માં સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીઝના AUMમાં આ ત્રણેય કેટેગરીની હિસ્સેદારી 45 ટકા હતી, જે 5 વર્ષ બાદ માર્ચ 2024માં વધીને 58 ટકા પહોંચી છે. તેનો અર્થ છે કે સમગ્ર ઉદ્યોગ દ્વારા પ્રબંધિત કરવામાં આવતી કુલ સંપત્તિમાં અડધાથી વધારે એસેટ આ ક્ષણ કેટેગરીમાંથી છે.

આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.

બે વર્ષ પછી ડેટ કેટેગરીમાં તેજી

Mutual Fund : છેલ્લા નાણાકીય વર્ષમાં ડેટ ફંડ્સનું પ્રદર્શન કંઈક અંશે નિસ્તેજ હતું. આ કેટેગરીમાં લગભગ 7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જો કે, જો પાછલા કેટલાક વર્ષો સાથે સરખામણી કરવામાં આવે તો, આ સારી વૃદ્ધિ માનવામાં આવશે, કારણ કે ડેટ ફંડ કેટેગરી સતત ઘટી રહી હતી.

Mutual Fund : નાણાકીય વર્ષ 2021-22માં આ શ્રેણીમાં 2 ટકા અને 2022-23માં 9 ટકાનો ઘટાડો થયો હતો. સતત બે વર્ષના ઘટાડા પછી, ડેટ ફંડ કેટેગરીમાં ફોલિયોની સંખ્યામાં પણ પાછલા નાણાકીય વર્ષમાં વધારો થયો છે.

Mutual Fund
Mutual Fund

more article : Share Market : રોકાણકારો લિસ્ટ જોઈ લો, જો એલોન મસ્ક ભારત આવશે તો આ કંપનીઓના શેર બનશે રોકેટ, થશે મોટી કમાણી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *