Mutual fund : આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો..

Mutual fund : આ મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને એક વર્ષમાં બનાવ્યા માલામાલ, થયો સંપત્તિમાં અધધ વધારો..

Mutual fund : FIRES ખાતે વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) ગોપાલ કાવલી રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની ગતિ લોકોને આકર્ષી રહી છે. આ કારણે ઘણી અનલિસ્ટેડ સ્મોલ-કેપ કંપનીઓ મૂડીબજાર પાસેથી ટેકો માંગી રહી છે.

Mutual fund : બદલાતા સમય સાથે બચતની તરકીબો પણ બદલાઈ છે. પહેલાં લોકો ઘરમાં સોનું લઈને મુકી રાખતા હતા. ત્યાર બાદ પૈસા ભેગા કરવા લાગ્યાં. પછી પૈસા અને સોનું બેંકમાં મુકવા લાગ્યાં. સમય બદલાયો તો લોકો બેંકમાં પૈસા ફિક્સ ડિપોઝીટ કરીને રૂપિયા ડબલ કરવા લાગ્યાં.

Mutual fund : હવે એ બધો જ સમય જતો રહ્યો છે, હવે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરતા થયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં હોવ તો આ ખબર તમને કામ લાગશે.

Mutual fund : શેરબજારે છેલ્લા એક વર્ષ દરમિયાન નવો રેકોર્ડ બનાવ્યો છે. રિટેલ રોકાણકારો દ્વારા રોકાણમાં ઉછાળો અને શેરબજારમાં તેજીના કારણે માર્ચ 2024ના અંતમાં સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં તીવ્ર વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન સ્મોલ-કેપ કેટેગરીની સંપત્તિમાં રૂ. 2.43 લાખ કરોડનો વધારો થયો છે.

Mutual fund : વાર્ષિક ધોરણે 83 ટકાનો વધારો નોંધાયો હતો. માર્ચ 2024માં ફોલિયોની સંખ્યા 1.9 કરોડ પર પહોંચી હતી, જે એક વર્ષ પહેલા 1.09 કરોડ હતી. 81 લાખનો વધારો થયો હતો. સ્મોલ-કેપ ફંડ્સ તરફ રોકાણકારોના ઝોકને પ્રતિબિંબિત કરે છે.

Mutual fund
Mutual fund

સ્મોલ-કેપ કંપનીઓ મૂડીબજાર પાસેથી ટેકો માંગી રહી છે-

FIRES ના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) ગોપાલ કાવલી રેડ્ડીએ જણાવ્યું હતું કે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની ગતિ લોકોને આકર્ષી રહી છે. આ કારણે ઘણી અનલિસ્ટેડ સ્મોલ-કેપ કંપનીઓ મૂડીબજાર પાસેથી ટેકો માંગી રહી છે. આ વલણ રોકાણકારોને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ પર નજર રાખીને આશાસ્પદ તકો પ્રદાન કરે છે.

આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.

સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 40,188 કરોડની લિક્વિડિટી-

તેમણે કહ્યું કે જો કે, સામાન્ય ચૂંટણીઓ, ચોમાસાની આગાહી, આર્થિક પ્રવૃત્તિ, ફુગાવો, જીડીપી અંદાજ અને નાણાકીય વર્ષ 2024-25 માટે કમાણીમાં વૃદ્ધિ જેવા પરિબળો સ્મોલ-કેપ કંપનીઓના મૂલ્યાંકનને અસર કરી શકે છે અને આ સેગમેન્ટમાં અસ્થિરતા લાવી શકે છે. સ્મોલ-કેપ ફંડ્સમાં નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 40,188 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા રૂ. 22,103 કરોડ કરતાં ઘણો વધારે છે.

Mutual fund
Mutual fund

આ પણ વાંચો : Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી

Mutual fund : માર્ચ મહિનામાં પણ બે વર્ષમાં પ્રથમ વખત સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 94 કરોડનું નેટ સેલિંગ જોવા મળ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ 2023ના અંતે રૂ. 2.43 લાખ કરોડ અને માર્ચ 2022ના અંતે રૂ. 1.33 લાખ કરોડ હતી.

Mutual fund
Mutual fund

more article : Mahavir Jayanthi 2024 : મહાવીર જયંતિ શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા અને કેટલીક રસપ્રદ વાતો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *