Mutual Fund : 5 Mutual Funds એ 5 વર્ષમાં રોકાણના નાણાને કરી દીધા બમણા, જાણો કયા ફંડે કેટલુ રિટર્ન આપ્યુ

Mutual Fund : 5 Mutual Funds એ 5 વર્ષમાં રોકાણના નાણાને કરી દીધા બમણા, જાણો કયા ફંડે કેટલુ રિટર્ન આપ્યુ

આજકાલ Mutual Fund ને રોકાણ માટે ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવેલું નાણું લાંબા ગાળામાં ખૂબ સારું વળતર આપે છે, પરંતુ જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એવા કેટલાક મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવીશું, જેણે 5 વર્ષમાં રોકાણની રકમ લગભગ બમણી કરી દીધી છે.

Mutual Fund
Mutual Fund

બજારની વધઘટ દરમિયાન પણ આ ફંડ્સ અન્ય કેટેગરીની સરખામણીમાં સ્થિર રહે છે, જેનાથી લાંબા ગાળે સારું વળતર મળે છે. તો અમે તમને ટોચના 5 લાર્જ કેપ ફંડ્સ વિશે જણાવીશું, જેણે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે.

Mutual Fund
Mutual Fund

કેનેરા રોબેકો બ્લુચિપ ઇક્વિટી ફંડ

કેનેરા રોબેકો બ્લુચિપ ઇક્વિટી ફંડમાં રોકાણકારોએ 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 17.39 ટકા વળતર મેળવ્યું છે. આ યોજનામાં રૂ. 1 લાખનું એકસાથે રોકાણ આજે રૂ. 2.23 લાખનું છે. આમાં ઓછામાં ઓછા રૂ. 5000 રૂપિયા એકસાથે રોકાણ કરી શકાય છે. જ્યારે લઘુત્તમ SIP રકમ એક હજાર રૂપિયા છે.

આ પણ વાંચો : Ahmedabadમાં માલધારીઓ અને ઢોર પાર્ટી વચ્ચે બબાલ, વાડામાંથી ગાયો લઈ જવાનો આરોપ, મહિલાની તબિયત લથડી

નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ

Mutual Fund
Mutual Fund

નિપ્પોન ઈન્ડિયા લાર્જ કેપ ફંડમાં રોકાણકારોએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.95 ટકા વળતર મેળવ્યું છે. આ યોજનામાં રૂ. 1 લાખનું રોકાણ આજે રૂ. 2.19 લાખનું છે. આમાં તમે ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આમાં ન્યૂનતમ SIP રકમ એક હજાર રૂપિયા છે.

બરોડા બીએનપી પરિબાસ લાર્જ કેપ ફંડ

બરોડા BNP પરિબા લાર્જ કેપ ફંડમાં રોકાણકારોએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.75 ટકા વળતર મેળવ્યું છે. આ યોજનામાં રૂ. 1 લાખનું એકસાથે રોકાણ આજે રૂ. 2.17 લાખનું છે. આમાં ઓછામાં ઓછા 5000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આમાં ન્યૂનતમ SIP રકમ 500 રૂપિયા છે.

કોટક બ્લુચીપ ફંડ

Mutual Fund
Mutual Fund

કોટક બ્લુચીપ ફંડના રોકાણકારોએ છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક સરેરાશ 16.50 ટકા વળતર મેળવ્યું છે. આ યોજનામાં રૂ. 1 લાખનું એકસાથે રોકાણ આજે રૂ. 2.14 લાખનું છે. આમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આમાં ન્યૂનતમ SIP રકમ 100 રૂપિયા છે.

SBI બ્લુચિપ ફંડ

SBI બ્લુચીપ ફંડમાં રોકાણકારોએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 16.19 ટકા વળતર મેળવ્યું છે. આ યોજનામાં રૂ. 1 લાખનું રોકાણ આજે રૂ. 2.12 લાખનું છે. આમાં ઓછામાં ઓછા રૂ. 5000 રૂપિયા એકસાથે રોકાણ કરી શકાય છે. આમાં ન્યૂનતમ SIP રકમ 500 રૂપિયા છે.

લાર્જ કેપ ફંડ્સ શું છે?

લાર્જ કેપ ફંડ્સમાં, તમારા પૈસા લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. ક્ષેત્રની અગ્રણી કંપનીમાં નાણાંનું રોકાણ નોંધપાત્ર રીતે જોખમ ઘટાડે છે. આ કંપનીઓ છેલ્લા ઘણા વર્ષોથી રોકાણકારોને સતત વળતર આપી રહી છે. જો લાંબા ગાળા માટે લાર્જ કેપમાં રોકાણ કરવામાં આવે તો તે ઓછા જોખમનું મલ્ટિબેગર રોકાણ સાબિત થાય છે.

more article  : Mutual Fundમાં ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન શું હોય છે ? જાણો કયા પ્લાનમાં રોકાણ કરવું ફાયદામણ છે …

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *