પ્રેમને પામવા મુસ્લિમમાંથી હિંદુ બન્યો યુવક, સનાતન ધર્મ અપનાવી રામ મંદિરમાં કર્યા લગ્ન, જુઓ ફોટાઓ
પ્રેમી પંખીડાઓને લગ્નના તાંતણે બંધાવવા માટે કોઈપણ ધર્મ કે જ્ઞાતિ નથી નડતી. કહેવાય છે ને કે પ્રેમમાં પડ્યા પછી વ્યક્તિની આંખે માત્ર એક બીજામાં માટેના પ્રેમનો પટ્ટો બંધાઈ જાય છે, જેથી માત્રને માત્ર એકબીજા સિવાય દુનિયાની પરવાહ હોતી નથી.
હાલમાં જ એક ઘટના સામે આવી હતી કે, એક મુસ્લિમ યુવતીએ સનાતન ધર્મ અપનાવીને હિન્દૂ યુવક સાથે લગ્નના બંધને બંધાઈ ગઈ. આવો જ બનાવ એકવાર ફરી સામે આવ્યો છે.
મોટાભાગના પ્રેમ કિસ્સાઓમાં યુવતીઓ ધર્મ પરિવર્તન કરે છે પરંતુ હાલમાં જ એક અનોખી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં મુસ્લિમ યુવકે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવી લીધો.
તમને જણાવી દઈએ કે, આ બંનેએ અગાઉ કોર્ટ મેરેજ કર્યા હતા.આ લગ્નના કારણે વિવાદ સર્જાતા યુવકે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરીને હિન્દૂ ધર્મ અપનાવ્યો. યુવાન હવે ફાઝિલ ખાનમાંથી અમન રાય બની ગયો અને આખરે શોનાલી સાથે વૈદિક વિધિથી લગ્ન કર્યા. લગ્ન દરમિયાન તેના કેટલાક મિત્રો અને પરિચિતો મંદિરમાં હાજર હતા.
આ બનાવમાં જાણવા મળ્યું હતું કે જ્યારે કોર્ટ મેરેજની વાત સામેં આવી ત્યારે યુવતી અને બંને સાક્ષીઓ માટે શોકસભા યોજવાની પણ વાત થઈ હતી. જે બાદ છોકરાએ હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો. તેમણે કારેલીના શ્રીરામ મંદિરમાં પૂજા-અર્ચના કરીને ધર્મ પરિવર્તન કર્યું હતું.
અમન રાય અને શોનાલીએ ની મુલાકાત પાંચ વરસ પહેલા થઈ હતી. ખાસ વાત એ કે ફાઝીલના પિતા પહેલા સનાતની હતા પરંતુ તેને પોતાનો ધર્મ છોડીને ઇસ્લામ કબુલ્યો હતો પરંતુ ફાઝીલને ઇસ્લામ ધર્મ પસંદ નહોતો તેવું મીડિયા જણાવેલ અને સનાતન ધર્મ પ્રત્યે લગાવ હોવાથી ફરીથી તેને સનાતન ધર્મ અપનાવી લીધો.