Multibagger stock : આ શેર છે કે નોટ છાપવાનું મશીન! 50 હજારના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, જાણો શું કરે છે કંપની

Multibagger stock : આ શેર છે કે નોટ છાપવાનું મશીન! 50 હજારના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, જાણો શું કરે છે કંપની

Multibagger stock આ નામમાં ઘણા સપના છુપાયેલા છે. શેર માર્કેટમાં મોટા ભાગના ઈન્વેસ્ટર આવા શેરને શોધતા રહે છે, જે મલ્ટીબેગર સ્ટોક બની શકે. પરંતુ ઘણા લોકોને નિરાશા હાથ લાગે છે. કારણ કે 10, 20 કે 100 ગણું રિટર્ન આપનાર શેર મેળવવો કોઈ આસાન કામ નથી. સાથે કોઈ શેરના મલ્ટીબેગર બનવાની જર્ની ખુબ લાંબી હોય છે.

તે 3થી લઈને 10 વર્ષ, 20 વર્ષ કે તેનાથી પણ લાંબી હોય છે. જરૂરી વાત છે કે શેર કેટલા સમયમાં મલ્ટીબેગર બને છે. આજે અમે એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરી રહ્યાં છીએ. આ ડિફેન્સ સેક્ટરની સરકારી એયરોસ્પેસ અને ડિફેન્સ ઈલેક્ટ્રિક કંપની છે. તેનું નામ ભારત ઈલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)છે.

Multibagger stock
Multibagger stock

50 હજારના બનાવી દીધા 1 કરોડ

ભારત ઈલક્ટ્રોનિક્સના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર 25 ઓક્ટોબર 2001ના માત્ર 66 પૈસા પર હતો. હવે તે 132.90 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 વર્ષ પહેલા જો તમે આ શેરમાં 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે રકમ 1 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. લોન્ગ ટર્મ જ નહીં, પરંતુ શોર્ટ ટર્મમાં પણ ભારત ઈલેક્ટ્રોનિક્સના સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો : accident : એસટી બસ, જીપ ને બે કારનો અકસ્માત: મોડાસાના કોલીખડ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત,બેને સામાન્ય ઇજા પહોંચી, ધનસુરા હાઇવે પર બે કિલોમીટર લાંબી લાઇન લાગી..

8 મહિનામાં 69% નો વધારો

વર્ષ 2023માં પણ આ સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું છે. 30 જાન્યુઆરી 2023ના આ શેર એક વર્ષના નિચલા સ્તર 87 રૂપિયા પર હતો. ત્યારબાદ 8 મહિનામાં આ શેર 69 ટકા ઉછળી 11 સપ્ટેમ્બર 2023ના 147.20 રૂપિયા પર પહોંચ્યો હતો. આ શેરનો રેકોર્ડ હાઈ છે. આ સમયે ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર પોતાના રેકોર્ડ હાઈથી 10 ટકા ડાઉન છે.

Multibagger stock
Multibagger stock

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 26 ટકા વધ્યો નફો

ભારત ઈલેક્ટ્રોનિક્સનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 26 ટકા વધ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 812.3 કરોડ રૂપિયાનો ચોખો લાભ નોંધ્યો હતો. બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કહ્યું કે આ શેરમાં આગળ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રોકરેજે શેરમાં બાયનું રેટિંગ યથાવત રાખ્યું છે. સિક્યોરિટીઝે 150 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે વર્તમાન લેવલથી આશરે 14 ટકા અપસાઇડ છે.

more article : Multibagger Stock : આ કંપનીએ 1 વર્ષમાં ઈન્વેસ્ટરોના રૂપિયા કરી દીધા ડબલ, આપ્યું 100 ટકા રિટર્ન

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *