Multibagger Stock : આ અંબાણીનો શેર છે કે રૂપિયા છાપવાનું મશીન, 10000ને બનાવી દીધા 2 લાખ રૂપિયા..

Multibagger Stock : આ અંબાણીનો શેર છે કે રૂપિયા છાપવાનું મશીન, 10000ને બનાવી દીધા 2 લાખ રૂપિયા..

Multibagger Stock : Mukesh Ambaniની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2020માં ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝની જાયન્ટ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝને JM Financial And Reconstructions સાથે મળીને હસ્તગત કરી હતી, ત્યારથી આ શેરની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

Multibagger Stock : શેરબજાર (Share Market) ભલે જોખમી કારોબાર ગણાતો હોય પણ આમાંથી કેટલાક શેર રોકાણકારોને માલામાલ કરી દેતા હોય છે. આ સ્ટોકે પણ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આ ચમત્કાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરે કર્યો છે, જેની કિંમત માત્ર ચાર વર્ષમાં 1 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, અંબાણીના આ પેની સ્ટોકે રોકાણકારોને મલ્ટિબેગર (Multibagger) વળતર આપ્યું છે.

રોકાણકારોને 1800% વળતર આપ્યું

મુકેશ અંબાણીની (Mukesh Ambani) કંપનીનો આ પેની સ્ટોક તેના રોકાણકારો માટે ટૂંકા સમયમાં મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થયો છે. જો આપણે Alok Industries Limitedના શેરમાં રોકાણ કરનારાઓને મળેલા વળતર પર નજર કરીએ, તો ઓક્ટોબર 2019 થી અત્યાર સુધીમાં તેણે લગભગ 1800 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

આ સમયગાળા દરમિયાન, શેરની કિંમત લગભગ 1 રૂપિયાથી વધીને હવે 27.10 રૂપિયા થઈ ગઈ છે. બરાબર ચાર વર્ષ પહેલા એટલે કે 20 માર્ચ 2020ના રોજ આ શેરની કિંમત 5 રૂપિયાની આસપાસ હતી.

Multibagger Stock
Multibagger Stock

માત્ર એક વર્ષમાં પૈસા બમણા થઈ ગયા

જો આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરમાંથી રોકાણકારોને મળેલા વળતરના આ આંકડા જોઈએ તો જો કોઈ રોકાણકારે માર્ચ 2020માં આ શેરમાં માત્ર 10,000 રૂપિયાનું જ રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી રાખ્યું હોત તો તેની રોકાણ કરેલી રકમ 2 લાખની આસપાસ છે. આ શેરે માત્ર ચાર વર્ષમાં જ નહીં પરંતુ માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના નાણાં બમણા કરી દીધા છે.

આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

જો છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આલોક ઇન્ડસ્ટ્રીઝ શેરે 118.55 ટકા વળતર આપ્યું છે અને શેરની કિંમત 14.70 રૂપિયા વધી છે. એટલે કે, એક વર્ષમાં આ શેરે રોકાણકારોના રૂ. 1 લાખને રૂ. 2 લાખમાં ફેરવ્યા છે.

જો છેલ્લા છ મહિનાની વાત કરીએ તો ટેક્સટાઈલ કંપનીના આ પેની સ્ટોકની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર, 19 માર્ચે, કંપનીનો શેર 2.17 ટકાના ઘટાડા સાથે રૂ. 27.10 પર બંધ થયો હતો.

Multibagger Stock
Multibagger Stock

 

આ પણ વાંચો : Rashifal : હોળીના 6 દિવસ પછી બનશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિવાળાને સફળતાના શિખરે પહોંચાડશે, બંપર ધનલાભ કરાવશે..

કંપનીમાં રિલાયન્સનો આટલો હિસ્સો છે

ટેક્સટાઇલ સેક્ટરની આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 13,550 કરોડ છે અને મુકેશ અંબાણીએ વર્ષ 2020માં તેમના બિઝનેસના વિસ્તરણ સમયે આ કંપની હસ્તગત કરી હતી. અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 40.01 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે 34.99 ટકા જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન પાસે છે. આ કંપની માત્ર ભારત માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર માટે પણ કપડાંની પ્રોડક્ટસ બનાવે છે.

Multibagger Stock
Multibagger Stock

 

more article : Share Market : અનિલ અંબાણીની આ કંપનીનો આ શેર મચાવી રહ્યો છે ધમાલ, 4 વર્ષમાં 3000%ની તેજી, 9 રૂપિયાથી 280 રૂપિયાને પાર..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *