Multibagger Stock : અંબાણીના શેરે ટૂંકાગાળામાં રોકાણકારો કરી દીધા ન્યાલ, આપ્યું 1800% ટકા રિટર્ન, બમણા થઇ રૂપિયા…

Multibagger Stock : અંબાણીના શેરે ટૂંકાગાળામાં રોકાણકારો કરી દીધા ન્યાલ, આપ્યું 1800% ટકા રિટર્ન, બમણા થઇ રૂપિયા…

Multibagger Stock : Mukesh Ambani ની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝે ટેક્સટાઇલ સેક્ટરની દિગ્ગજ કંપની આલોક ઇંડસ્ટ્રીઝનું અધિગ્રહણ વર્ષ 2020 માં JM Financial And Reconstructions સાથે મળીને કર્યું હતું, ત્યારથી આ શેરની કિંમતમાં તગડો ઉછાળો આવ્યો છે.

Multibagger Stock : શેર બજાર (Share Market) ભલે ઉતાર ચઢાવ ભરેલું અને જોખિમ બિઝનેસ ગણવામાં આવે છે, પરંતુ તેમાં કોઇને કોઇ શેર એવો નિકળે છે, જે તેના રોકાણકારોને માલામાલ કરનાર સાબિત થાય છે. કંઇક આવો જ કમાલ કર્યો છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કંપની આલોક ઇંડસ્ટ્રીઝના શેરે, જેનો ભાવ ફક્ત ચાર વર્ષમાં 1 રૂપિયાથી વધીને 27 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન અંબાણીના આ પેની સ્ટોકે રોકાણકારોને મલ્ટીબેગર (Multibagger) રિટર્ન આપ્યું છે.

રોકાણકારોને 1800% વળતર આપ્યું

મુકેશ અંબાણીની કંપનીનો આ પેની સ્ટોક તેના રોકાણકારો માટે ટૂંકા સમયમાં મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થયો છે. જો આપણે આલોક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Alok Industries Limited) ના શેરમાં રોકાણ કરનારાઓને મળેલા વળતર પર નજર કરીએ, તો ઓક્ટોબર 2019 થી અત્યાર સુધીમાં તેણે લગભગ 1800 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે.

આ સમયગાળા દરમિયાન, શેરની કિંમત લગભગ 1 રૂપિયાથી વધીને હવે 27.10 રૂપિયા થઈ ગઈ છે. બરાબર ચાર વર્ષ પહેલા એટલે કે 20 માર્ચ 2020ના રોજ આ શેરની કિંમત 5 રૂપિયાની આસપાસ હતી.

Multibagger Stock
Multibagger Stock

માત્ર એક વર્ષમાં બમણા થઈ ગયા રૂપિયા

જો આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરમાંથી રોકાણકારોને મળેલા વળતરના આ આંકડા જોઈએ તો જો કોઈ રોકાણકારે માર્ચ 2020માં આ શેરમાં માત્ર 10,000 રૂપિયાનું જ રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી રાખ્યું હોત તો તેની રોકાણ કરેલી રકમ વધીને લગભગ 2 લાખની આસપાસ થઇ ગઇ હોત.

આ શેરે માત્ર ચાર વર્ષમાં જ નહીં પરંતુ માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના નાણાં બમણા કરી દીધા છે. જો છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આલોક ઇન્ડસ્ટ્રીઝ શેરે 118.55 ટકા વળતર આપ્યું છે અને શેરની કિંમત 14.70 રૂપિયા વધી છે. એટલે કે, એક વર્ષમાં આ શેરે રોકાણકારોના રૂ. 1 લાખને રૂ. 2 લાખમાં ફેરવ્યા છે.

આ પણ વાંચો : શેરબજાર : શેરબજાર પાછું આવ્યું, સેન્સેક્સ-નિફ્ટી બમ્પર ઉછાળા સાથે ખુલ્યા..

તો બીજી તરફ છ મહિનાની વાત કરીએ તો ટેક્સટાઇલ કંપનીના આ પેની સ્ટોકની કિંમતમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે ગત થોડા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે 19 માર્ચના રોજ શેર 2.17 ટકાના ઘટાડા સાથે 27.10 રૂપિયાના સ્તર પર ક્લોઝ થયો હતો.

Multibagger Stock
Multibagger Stock

આ પણ વાંચોઃ AI ડૉક્ટર : Google ભારતમાં લાવી રહ્યું છે ‘AI ડૉક્ટર’, માત્ર એક્સ-રે જોઈને જ બીમારી વિશે જણાવશી દેશે..

કંપનીમાં Reliance ની આટલી ભાગીદારી

ટેક્સટાઇલ સેક્ટરની આ કંપનીનું માર્કેટ કેપિટલાઇજેશન 13550 કરોડ રૂપિયા છે અને વર્ષ 2020 માં Mukesh Ambani એ પોતાના બિઝનેસનો વિસ્તાર કરતાં અધિગ્રહિત કર્યું હતું. અંબાણીની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (Reliance Industries) ની આલોક ઇંડસ્ટ્રીઝમાં 40.01 ટકા ભાગીદારી છે, જ્યારે 34.99 ટકા ભગ જેએમ ફાઇનાન્શિયલ એસેટ રિકંસ્ટ્રક્શન પાસે છે. આ કંપની ભારત જ નહી પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટ માટે પણ ક્લોથિંગ પ્રોડક્શન બનાવે છે.

Multibagger Stock
Multibagger Stock

more article : INVESTMENT : 21 વર્ષની ઉંમરમાં તમારૂ બાળક હશે કરોડપતિ અને તમને કહેશે Thank You રોકાણની આ રણનીતિ કરશે કમાલ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *