Multibagger Stock : 1 વર્ષમાં પૈસા કર્યા ડબલ, એક્સપર્ટે કહ્યું- 1000 રૂપિયા પર જશે ભાવ..
Multibagger Stock : છેલ્લા એક વર્ષ દરમિયાન કોચિન શિપયાર્ડે સારૂ પ્રદર્શન કર્યું છે. કંપનીના પ્રદર્શનને લઈને બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ બુલિશ નજર આવી રહી છે. તેણે આ મલ્ટીબેગર સ્ટોકમાં બાય ટેગ આપ્યો છે.
Multibagger Stock : છેલ્લા એક વર્ષ દરમિયાન કોચિન શિપયાર્ડના શેરની કિંમતમાં તોફાની તેજી જોવા મળી છે. Trendlyne ના ડેટા અનુસાર કંપનીના શેરનો ભાવ આ દરમિયાન 298 ટકા વધ્યો છે. શુક્રવારે કંપનીના શેરનો ભાવ 0.59 ટકાની તેજીની સાથે 901.65 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. કંપનીનો શેર પોતાના 52 વીક હાઈની નજીક પહોંચી ગયો છે.
Multibagger Stock : છેલ્લા 3 મહિના દરમિયાન આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 39 ટકાની તેજી આવી છે. તો છ મહિનાથી શેરને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 80 ટકાનો ફાયદો થઈ ચૂક્યો છે. તેવા સમયમાં શું કોચિન શિપયાર્ડ પર દાવ લગાવવાનું યોગ્ય રહેશે કે નહીં.
આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશેશું કહે છે એક્સપર્ટ
ઘરેલુ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કોચિન શિપયાર્ડને બાય ટેગ આપ્યો છે. એક્સપર્ટે 1055 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સેટ કરી છે. બ્રોકરેજે આ ટાર્ગેટ પ્રાઇઝ સેટ કરવા પાછળ બે કારણ જણાવ્યા છે. પ્રથમ કે શિપબિલ્ડિંગ્સ અને શિપ રિપેરની ક્ષમતા અને બીજી કારણ સારા ઓર્ડરની પસંદગી છે.
આ વર્ષે સ્ટોક થયો સ્પ્લિટ
કંપનીના શેર તાજેતરમાં સ્પ્લિટ થયા હતા. 10 જાન્યુઆરી 2024નો સ્ટોક બીએસઈમાં એક્સ-સ્પ્લિટ ટ્રેડ કરી ચૂક્યો છે. ત્યારે કંપનીએ એક શેરને બે ભાગમાં વિભાજીત કર્યો હતો. તો 12 ફેબ્રુઆરીએ શેર બજારમાં કંપનીએ એક્સ-ડિવિડેન્ટ ટ્રેડ કર્યો હતો. ત્યારે કંપનીએ એક શેર પર 3.50 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું.
આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન
Multibagger Stock : શેર બજારમાં કંપનીનો 52 વીક હાઈ 944.65 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 205 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 23720.68 કરોડ રૂપિયા છે.
more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય