Multibagger Stock : 2 રૂપિયાનો શેર હવે 400ને પાર, 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા કરોડપતિ !

Multibagger Stock : 2 રૂપિયાનો શેર હવે 400ને પાર, 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા કરોડપતિ !

Multibagger Stock : શેરબજાર (Stock Market)માં ભલે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હોય, પરંતુ તેમાં કેટલાક શેર એવા છે, જેણે તેના રોકાણકારોની કિસ્મત બદલી નાખી છે.

Multibagger Stock: શેરબજાર (Stock Market)માં ભલે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હોય, પરંતુ તેમાં કેટલાક શેર એવા છે, જેણે તેના રોકાણકારોની કિસ્મત બદલી નાખી છે. આમાંથી કેટલાકે રોકાણકારોને લોન્ગ ટર્મમાં માલામાલ બનાવી દીધા છે. તો કેટલાક એવા પણ છે જે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થયા છે.

Multibagger Stock : આવો જ એક શેર છે SG Finserve કંપનીનો, જેમાં 1 લાખનું રોકાણ કરનારા રોકાણકારો માત્ર 4 વર્ષમાં જ કરોડપતિ બની ગયા છે.

430 રૂપિયાથી પણ વધારે થઈ ગઈ શેરની કિંમત

વર્ષ 1994માં શરૂ કરવામાં આવેલી એસજી ફિનસર્વ લિમિટેડ (SG Finserve Ltd) બ્રોકિંગ, ડિસ્ટ્રિબ્યૂટર્સ, ઈન્વેસ્ટમેન્ટ સહિત ફંડ મેનેજમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ઈન્શ્યોરન્સ સર્વિસ આપે છે. આ શેરે માત્ર ચાર વર્ષના ટ્રેડિંગમાં 2 રૂપિયાથી 430 રૂપિયા સુધીની સફર નક્કી કરી છે.

Multibagger Stock : ગત 27 માર્ચ 2020ના રોજ કંપનીના એક શેરની કિંમત માત્ર 2.80 રૂપિયા હતી, જે મંગળવારે શેર બજાર  (Share Market)માં ટ્રેડિંગ ખતમ થતા 431.80 રુપિયાના લેવલે ક્લોઝ થયો.

Multibagger Stock
Multibagger Stock

1 લાખ રૂપિયાના બની ગયા 1.5 કરોડ રૂપિયા!

SG Finserv Limitedનું માર્કેટ કેપિટલાઈઝેશન 2260 કરોડ રૂપિયા છે. 2 રૂપિયાથી 430 રૂપિયા સુધીની સફર કરનાર આ શેરે ચાર વર્ષમાં તેના રોકાણકારોને લગભગ 16,000 ટકા જેટલું મજબૂત રિટર્ન આપ્યું છે. આ પ્રમાણે જોઈએ .

તો જો કોઈ રોકાણકારે SG Finserve Share માં 2.80 રૂપિયાના ભાવ પર 4 વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હશે અને અત્યાર સુધી હોલ્ડ પર રાખ્યા હશે, તો આ સમયગાળામાં તેમની રકમ વધીને 1.5 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગઈ હશે.

આ પણ વાંચો : Weather Update : કાળઝાળ ગરમીની ચેતવણી, ત્રણ દિવસ બાદ આ વિસ્તારમાં 40ને પાર જશે તાપમાનનો પારો..

આવું રહ્યું શેરનું પ્રદર્શન

ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger Return) આપનાર  SG Finserve Share ના પરફોર્મન્સ પર નજર કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં આ શેરની કિંમતમાં 428.85 રૂપિયાની તેજી નોંધાવી છે અને રોકાણકારોને 14,537 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીનો શેર 52 વીકના હાઈલેવલ 748 રૂપિયા છે, જ્યારે તેની 52 વીકનો લૉ લેવલ 384.95 રૂપિયા છે.

Multibagger Stock
Multibagger Stock

2023માં રોકેટની સ્પીડે ભાગ્યો શેર

માર્ચ 2020માં આ શેરની કિંમત 2.80 રૂપિયા હતી, તો પછીના વર્ષે તે ધીમી સ્પીડે આગળ વધ્યો અને ઓગસ્ટ 2021 સુધીમાં તે 2-5 રૂપિયાની આસપાસ બન્યો રહ્યો. વર્ષના અંતમાં 31 ડિસેમ્બરે આ શેરની કિંમતમાં ઉછાળો આવવાનો શરૂ થયો અને આ 30 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યો.

આ પણ વાંચો : Mukesh Ambani : મુકેશ અંબાણીનો આ શેર તમને કરાવશે તગડી કમાણી, નાની કિંમત કરાવશે મોટો ફાયદો, જાણો વિગત..

જે બાદ  SG Finserve Share ક્યારેય પાછળ વળીને જોયું નથી અને  13 જાન્યુઆરી 2023ના રોજ એક શેરની કિંમત રોકેટની સ્પીડથી આગળ વધતા 560.90 રૂપિયા પર પહોંચી ગયો. 26 મે 2023એ તેણે 700 રૂપિયાના સ્તરે પણ પાર કરી લીધું. જોકે, જે બાદ શેરની સ્પીડ ધીમી પડી ગઈ અને 2 અપ્રિલ 2024ના રોજ આ 431.80 રૂપિયા પર બંધ થયો.

Multibagger Stock
Multibagger Stock

more article : Renuka Jagtiani : પતિ લંડનમાં કેબ ડ્રાઈવર, પત્ની બની કરોડપતિ..સૌથી અમીરોની યાદીમાં થયા સામેલ, જાણો કોણ છે ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *