Multibagger Stock : 3 વર્ષમાં 1086% રિટર્ન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બનાવતી આ કંપનીના શેરે કર્યા માલામાલ…

Multibagger Stock : 3 વર્ષમાં 1086% રિટર્ન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બનાવતી આ કંપનીના શેરે કર્યા માલામાલ…

એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડ એ ભારતના મટિરિયલ હેન્ડલિંગ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અગ્રણી કંપની છે. તે મોબાઇલ ક્રેન અને ટાવર ક્રેન સેગમેન્ટમાં માર્કેટ લીડરના રૂપમાં એક મુખ્ય સ્થાન ધરાવે છે. પોતાની મોબાઇલ ક્રેન રેન્જ સિવાય, ACE પાસે ઘણા પ્રકારના ઉપકરણ છે.

તેમાં મોબાઇલ/ફિક્સ્ડ ટાવર ક્રેન, ઈલેક્ટ્રિક ક્રેન, ક્રોલર ક્રેન, ટ્રક માઉન્ટેડ ક્રેન, લોરી લોડર, બેકહો લોડર, લોડર, મોટર ગ્રેડર, વાઇબ્રેટરી રોલર્સ, પિલિંગ રિંગ્સ, કોન્ક્રીટ પ્લેસિંગ બૂમ, વેરહાઉસિંગ ઉપકરણ, ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ફોર્કલિફ્ટ્સ સામેલ છે.

Multibagger Stock
Multibagger Stock

એક્શન કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ લિમિટેડનું Q1FY24 નું રિઝલ્ટ સારૂ રહ્યું હતું. તેમાં કંપનીનું વેચાણ 30.93% વધી 652 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જ્યારે Q1FY23 માં તે 498 કરોડ રૂપિયા હતું. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 100 ટકા વધી 82 કરોડ રૂપિયા થઈ ગયો, જે Q1FY23 માં 41 કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચો : devayat khavad : સરદાર પટેલ પર ટિપ્પણી મામલે દેવાયત ખવડે માંગી માફી: પ્રાયશ્ચિત માટે જુઓ ક્યાં મફતમાં ડાયરો કરવાનું કર્યું એલાન

આ રીતે કંપનીનો શુદ્ધ લાભ Q1FY23 ના 45 કરોડ રૂપિયાની તુલનામાં 51.1 ટકા વધી 68 કરોડ રૂપિયા થઈ ગયો હતો. વધુમાં, કંપની છેલ્લા 3 વર્ષમાં તેના વેચાણમાં 23% (CAGR) અને ચોખ્ખો નફો 45% (CAGR) વધારવામાં સફળ રહી છે.

Multibagger Stock
Multibagger Stock

કંપનીએ છેલ્લા એક વર્ષમાં 181 ટકાનું મહત્વપૂર્ણ રિટર્ન આપ્યું છે. આ સાથે તેણે છેલ્લા ત્રણ વર્ષમાં 1086 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ સિવાય કંપનીનો ROCE 26.2% અને ROE 18.8% છે. બુધવારે કંપનીના શેર 3 ટકાના વધારા સાથે 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તર 864 રૂપિયા પર પહોંચી ગયા હતા. ઈન્વેસ્ટર આ ટ્રેન્ડિંગ સ્ટોક પર નજર રાખી શકે છે.

more article : Multibagger stock : આ શેર છે કે નોટ છાપવાનું મશીન! 50 હજારના બનાવી દીધા 1 કરોડ રૂપિયા, જાણો શું કરે છે કંપની

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *