Mulitbagger stock : 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમત..
Mulitbagger stock : આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Mulitbagger stock : શેર બજારમાં કેટલાક સ્ટોક એવા હોય છે જે બંપર રિટર્નથી રોકાણકારોની કિસ્મત બદલી નાખે છે. એવો જ એક શેર છે જેણે 3 વર્ષમાં લોકોને કરોડપતિ બનાવી દીધા, કારણ કે આ સમયગાળામાં શેરે 4000 ટકાથી વધુનું રિટર્ન આપીને શેરહોલ્ડર્સને માલામાલ કરી દીધા. આ કંપની ટાયરના બિઝનેસ સાથે સંકળાયેલી છે.
Mulitbagger stock : ટિન્ના રબ્બર એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રીટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચો : Vastu Tips : દરરોજ કરો આ 6 કામ, ઘરમાં ઝડપથી વધશે આર્થિક સમૃદ્ધિ, લક્ષ્મીજીની અપાર કૃપા વરસશે
10 લાખ રૂપિયાની કિંમત 4.50 કરોડ
જો કોઇ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં આ કંપનીમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો 4,420 ટકા રિટર્ન મુજબ રોકાણની કિંમત વધીને 4.42 કરોડ રૂપિયા થઇ ગઇ હોત. એવામાં 10 લાખ રૂપિયાની કિંમત આજે 4.52 કરોડ રૂપિયા હોત. ઇટીના રિપોર્ટ અનુસાર આ શેરનું ટેક્નિક સેટઅપ મજબૂત બન્યું છે. આ શેર અલગ અલગ ટાઇમ ફ્રેમના મૂવિંગ એવરેજની ઉપર બિઝનેસ કરી રહ્યો છે.
આ પણ વાંચો : Dwarka : ગુજરાતમાં અહીં બિરાજે છે ખુદ કાળિયા ઠાકર, ચોમાસામાં આજે પણ સમુદ્રમાંથી મળી આવે છે સોનું
શું છે કંપનીનો બિઝનેસ
ટિન્ના રબ્બર એન્ડ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 40 વર્ષથી વધુ જૂની ભારતની અગ્રણી એન્ડ ઓફ લાઇફ ટાયર મટેરિયલ રિસાઇક્લર કંપની છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેની પાસે 5 અતિઆધુનિક રીસાઇક્લિંગ યુનિટ છે.
more article : Health Tips : શું તમે પણ ગરમીમાં વારંવાર કરો છો ફેસ વોશ? સ્કીન બચાવવી હોય તો જાણી લો આ વાત